Home /News /national-international /ઇમરાન ખાન પર થયેલા ગોળીબારનો વીડિયો આવ્યો સામે, લાઇવ દ્રશ્યોમાં જુઓ અફરાતફરીનો માહોલ

ઇમરાન ખાન પર થયેલા ગોળીબારનો વીડિયો આવ્યો સામે, લાઇવ દ્રશ્યોમાં જુઓ અફરાતફરીનો માહોલ

ઇમરાન ખાનની રેલી પર અંધાધુંધ ફાયરિંગ થતા રેલીમાં નાસભાગ મચી ગઇ હતી.

Pakistan News: વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, ઇમરાન ખાનની રેલી પર અંધાધુંધ ફાયરિંગ થતા રેલીમાં નાસભાગ મચી જાય છે અને ભીડમાં હંગામો મચી જાય છે.

    પાકિસ્તાનમાં લોંગ માર્ચ લઇ ઇસ્લામાબાદ તરફ આગળ વધી રહેલા પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાન પર વજીરાબાદમાં ઝફર અલી ખાન ચોક પાસે કન્ટેનર પાસે ફાયરિંગ થયું હતું. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. આ ઘટનાને લઇ એક કથિત વીડિયો પણ સામે આવ્યો છે જેમા ઇમરાન ખાન પોતાના સમર્થકોનો અભિવાદન કરી રહ્યા છે અને તે દરમિયાન જ અચાનકથી તેમના પર ફાયરિંગ થાય છે.

    વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, ઇમરાન ખાનની રેલી પર અંધાધુંધ ફાયરિંગ થતા રેલીમાં નાસભાગ મચી જાય છે અને ભીડમાં હંગામો મચી જાય છે. જોકે આ ફાયરિંગની ઘટના થતા જ ઇમરાન ખાન પોતાના સાથી નેતાઓ સાથે કન્ટેનરની નીચે નમી ગયા હતા. આ વીડિયોમાં ગોળીબારનો અવાજ પણ સંભળાઇ રહ્યો છે. આ વીડિયોને ટ્વીટર પર Ihtisham Ul Haq નામના એક પત્રકારે પોસ્ટ કર્યો છે. જોકે આ વીડિયો અંગે હજુ સુધી કોઇ પુષ્ટિ થઇ નથી.



    હાલમાં આ વીડિયોને લઇ લોકો રિટ્વીટ કરી કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. હુમલાખોરે અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. જેમાં ઈમરાન ખાન સહિત ઘણા લોકો ઘાયલ થયા હતા. અહેવાલો અનુસાર, ઈમરાન ખાનને પગમાં ગોળી વાગી હતી જે બાદ તેમને બુલેટપ્રૂફ કારમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલ હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે.

    આ પણ વાંચો: હુમલાખોર ઈમરાન ખાનના કાફલાની રાહ જોઈ રહ્યો હતો

    પાકિસ્તાની ન્યૂઝ વેબસાઈટ જિયો ન્યૂઝના પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે હુમલાખોર ઈમરાન ખાનના કાફલાની રાહ જોઈ રહ્યો હતો. તે કન્ટેનરની ખૂબ નજીક હતો. કન્ટેનર નજીક આવતા જ તેણે ઈમરાન ખાન અને તેમની સાથે ઉભેલા તેમની પાર્ટીના નેતાઓ પર હુમલો કર્યો. નીચેથી હુમલાના કારણે કન્ટેનરની ઉપર ઉભેલા નેતાઓના પગમાં ગોળીઓ વાગી હતી. આ હુમલામાં ઈમરાન ખાનને પણ ગોળી વાગી હતી. જ્યારે ઈમરાનને કન્ટેનરમાંથી ઉતારવામાં આવ્યા ત્યારે તેમના પગ પર પાટો બાંધવામાં આવ્યો હતો. જિયો ન્યૂઝ અનુસાર, આ હુમલામાં ફવાદ ચૌધરી અને ફૈઝલ જાવેદ પણ ઘાયલ થયા છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Ex PM Imran Khan, Imran Khan, Pakistan news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन