Home /News /national-international /Nepal Plane Crash Video: વિમાન તૂટવાની કેટલીક સેકન્ડ પહેલાંનો વીડિયો સામે આવ્યો, જુઓ વીડિયો
Nepal Plane Crash Video: વિમાન તૂટવાની કેટલીક સેકન્ડ પહેલાંનો વીડિયો સામે આવ્યો, જુઓ વીડિયો
વિમાન ઉડતું હતું ત્યારે અચાનક બેલેન્સ ગુમાવતા નીચે ખાડીમાં પડ્યું હતું.
Nepal Plane Crash Video: નેપાળના પોખરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે ખાડીમાં યેતી એરલાઇન્સનું વિમાન પડ્યું હતું. ત્યારે તેની કેટલીક મિનિટ પહેલાંનો વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, વિમાન બેલેન્સ ગુમાવી રહ્યુ છે. જુઓ વીડિયો...
કાઠમંડુ: નેપાળના પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે યેતી એરલાઈન્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ત્યારે આ દુર્ઘટનાની કેટલીક મિનિટ પહેલાંનો વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, વિમાન બેલેન્સ ગુમાવી રહ્યુ છે. જેની કેટલીક મિનિટ બાદ વિમાન ખાડીમાં પડ્યું હતું અને 68 લોકોના મોત નીપજ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, પોખરા એરપોર્ટનું ઉદ્ઘાટન માત્ર બે અઠવાડિયા પહેલાં નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ દ્વારા કરવામાં આવ્યું હતું. 1 જાન્યુઆરીએ ચીનની સહાયથી બનેલા પ્રાદેશિક આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કરતી વખતે તેમણે કહ્યું હતું કે, પોખરાનું આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર સાથે જોડાણ થઈ ગયું છે.
67 લોકોના મોતની પુષ્ટિ
નેપાળી મીડિયાના અહેવાલો અનુસાર, પીએમ દહલે ચિંતા વ્યક્ત કરી કે, આ મુદ્દો હવે કેમ અને કેવી રીતે સામે આવ્યો, જ્યારે તેમણે તેમના ઉદ્ઘાટન ભાષણ દરમિયાન BRI હેઠળ પ્રોજેક્ટના નિર્માણનો ઉલ્લેખ કર્યો ન હતો. વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 67 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. એરલાઇનના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ જણાવ્યુ હતુ કે, નેપાળની યેતી એરલાઇન્સ દ્વારા સંચાલિત ટ્વીન એન્જિન એટીઆર 72 એરક્રાફ્ટમાં 72 લોકો સવાર હતા, જેમાં ચાર ક્રૂ મેમ્બર સહિત 5 ભારતીય અને 10 વિદેશી નાગરિકો હતા.
Last video of A Yeti Airlines plane crashed at Pokhara International Airport in Nepal with 72 people on board and burst into flames. #planecrash#AvGeekpic.twitter.com/n0xEPPDcVD
બચાવ કામગીરી અંગે પ્રવક્તાએ કહ્યુ હતુ કે, 'સેના, એરફોર્સ અને એરપોર્ટ એડમિનિસ્ટ્રેશન રાહત કામગીરીમાં લાગેલા છે. નેપાળની સિવિલ એવિએશન ઓથોરિટીએ માહિતી આપી હતી કે, ફ્લાઇટમાં 15 વિદેશી હતા જે અકસ્માતનો ભોગ બન્યા હતા. જેમાં ભારત, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, આયર્લેન્ડ, રશિયા અને કોરિયાના નાગરિકોનો સમાવેશ થાય છે.’
સરકારે ઇમર્જન્સી બેઠક બોલાવી
એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વિમાન દુર્ઘટના બાદ વડાપ્રધાને કેબિનેટની ઈમરજન્સી બેઠક બોલાવી છે. એવરેસ્ટ સહિત વિશ્વના 14 સૌથી ઊંચા પર્વતોમાંથી આઠ પર્વતોથી ઘેરાયેલા નેપાળમાં હવાઈ અકસ્માતો અસામાન્ય નથી. કારણ કે હવામાન અચાનક બદલાઈ શકે છે અને ખતરનાક પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. જો કે, નેપાળના નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, રવિવારે હવામાન સ્વચ્છ હોવાથી અકસ્માત માટે હવામાન જવાબદાર નથી.
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર