ચાલુ ટ્રેનમાંથી કોલસો ગાયબ કરવાનો કિમિયો, સામે આવ્યો VIDEO!

News18 Gujarati
Updated: March 13, 2018, 2:01 PM IST
ચાલુ ટ્રેનમાંથી કોલસો ગાયબ કરવાનો કિમિયો, સામે આવ્યો VIDEO!
News18 Gujarati
Updated: March 13, 2018, 2:01 PM IST
ઓડિશામાં કોલસાની ચોરીનો એક હેરાન પમાડે તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અમુક લોકો કેવી રીતે ચાલુ ટ્રેનમાંથી કોલસાની ચોરી કરી રહ્યા છે. વીડિયોમાં એક વ્યક્તિ થાંભલે ચડીને એક લાંબા ડંડા વડે ટ્રેનના ડબ્બામાં રહેલા કોલસાને નીચે પાડી રહ્યો છે. બાદમાં આ કોલસાને કોથળામાં ભરીને લઈ જવામાં આવે છે.

આ ઘટના ઓડિશાના ભદ્રકની છે, અહીં ધોળાદિવસે કોલસાની ચોરી થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ચોરો ઓસ્ટ્રેલિયાથી ઇમ્પોર્ટ કરવામાં આવતા કોલસાની ચોરી કરી રહ્યા છે. આ કોલસો સામાન્ય કોલસાથી 10 ગણો વધારે સારો હોય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીં ધોળાદિવસે કોઈ ડર વગર કોલસાની ચોરી કરવામાં આવે છે. આ કામમાં પોલીસથી લઈને સુરક્ષા ગાર્ડ સુધીના લોકોની સંડોવણી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

કોલસાની ચોરી કરનાર ટોળકીનો એક સભ્ય રેલવે ટ્રેકની બાજુમાં રહેલા એક થાંભલા પરથી એક લાંબા ડંડા વડે કોલસાને નીચે પાડે છે. બાદમાં આ કોલસાને કોથળામાં ભરીને અહીંથી દૂર લઈ જવામાં આવે છે. બાદમાં તેને બ્લેક માર્કેટમાં વેચી દેવામાં આવે છે. એવો પણ આરોપ છે કે કોલસાના કાળા બજારમાં પોલીસથી લઈને તંત્રનો પણ સાથ સહકાર છે.

કોલસાની ચોરી પર વિસ્તારના એસપીએ આશ્વાસન આપ્યું કે આ અંગે ઝડપથી કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ ચોરી કરવાની આ ગજબ રીતે હજુ પણ ચાલુ જ છે.
First published: March 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर