અરુણાચલમાં આર્મીના ક્રેશ ચોપરનો VIDEO સામે આવ્યો, 5 લોકો હેલિકોપ્ટરમાં બેઠા હતા
અરુણાચલ પ્રદેશના અપર સિયાંગ જિલ્લાના મિગિંગમાં શુક્રવારે સવારે આર્મીનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.
અરુણાચલ પ્રદેશના અપર સિયાંગ જિલ્લાના મિગિંગમાં શુક્રવારે સવારે આર્મીનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. તેમાં 5 લોકો હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે આર્મીના જવાનોને લઈ જતું એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (એએલએચ) નિયમિત ઉડાન પર હતું, જ્યારે તે ટુટિંગ હેડક્વાર્ટરથી 25 કિમી દૂર સિંગિંગ ગામ નજીક સવારે 10.43 વાગ્યે ક્રેશ થયું હતું. ભારતીય સેનાના જણાવ્યા અનુસાર ચાર મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે હેલિકોપ્ટરમાં સવાર પાંચમા વ્યક્તિની શોધ ચાલી રહી છે.
ઇટાનગર: અરુણાચલ પ્રદેશના અપર સિયાંગ જિલ્લાના મિગિંગમાં શુક્રવારે સવારે આર્મીનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. તેમાં 5 લોકો હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે આર્મીના જવાનોને લઈ જતું એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (એએલએચ) નિયમિત ઉડાન પર હતું, જ્યારે તે ટુટિંગ હેડક્વાર્ટરથી 25 કિમી દૂર સિંગિંગ ગામ નજીક સવારે 10.43 વાગ્યે ક્રેશ થયું હતું. ભારતીય સેનાના જણાવ્યા અનુસાર ચાર મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે હેલિકોપ્ટરમાં સવાર પાંચમા વ્યક્તિની શોધ ચાલી રહી છે. અકસ્માત સ્થળ રોડ સાથે જોડાયેલું નહોતું અને બે બચાવ ટુકડીઓ સ્થળ પર મોકલવામાં આવી છે.
રેસ્ક્યુ ટીમને ત્યાં પહોંચીને શોધવામાં સમય લાગશે
અહીં અપર સિયાંગ એસપી જુમ્મર બસરે જણાવ્યું કે અકસ્માત સ્થળ પર્વતીય વિસ્તાર છે. રેસ્ક્યુ ટીમને ત્યાં પહોંચીને તેને શોધવામાં સમય લાગશે. હેલિકોપ્ટર દુર્ઘટના વિશે માહિતી આપતાં કેન્દ્રીય કાયદા અને ન્યાય પ્રધાન કિરેન રિજિજુએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે અરુણાચલ પ્રદેશના અપર સિયાંગ જિલ્લામાં ભારતીય સેનાના એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટરના દુર્ઘટના વિશે ખૂબ જ ચિંતાજનક સમાચાર મળ્યા છે.
Received very disturbing news about Indian Army’s Advanced Light Helicopter crash in Upper Siang District in Arunachal Pradesh. My deepest prayers 🙏 pic.twitter.com/MNdxtI7ZRq
રાજ્યમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થવાની આ બીજી ઘટના
આ મહિનામાં રાજ્યમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થવાની આ બીજી ઘટના છે. 5 ઑક્ટોબરે તવાંગ જિલ્લામાં ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં બે પાઇલટમાંથી એકનું મૃત્યુ થયું હતું. માર્ચમાં જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પાસે વધુ એક ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ ઘટનામાં પાયલટનું મોત થયું હતું.
Published by:Vrushank Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર