Home /News /national-international /Chandigarh University: 60 છોકરીઓના નહાતી વખતના MMS વાયરલ, આઠ વિદ્યાર્થિનીએ આપઘાતનો કર્યો પ્રયાસ

Chandigarh University: 60 છોકરીઓના નહાતી વખતના MMS વાયરલ, આઠ વિદ્યાર્થિનીએ આપઘાતનો કર્યો પ્રયાસ

ચંદીગઢની એક પ્રાઈવેટ યુનિવર્સિટીમાં ન્હાવાના સમયનો વીડિયો વાઈરલ થવા પર મોડીરાતે હોબોળો થયો હતો.

ચંદીગઢની એક ખાનગી યુનિવર્સિટીમાં શનિવારે મોડીરાતે 2.30 વાગ્યે હોબાળો થયો હતો. એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે ગર્લ્સ હોસ્ટેલની એક છોકરીએ જ અન્ય 60 જેટલી છોકરીઓના ન્હાવાના સમયનો વીડિયો બનાવીને યુવકોને મોકલી દીધો. આ યુવકોએ આ વીડિયો ઈન્ટરનેટ મીડિયા પર વાઈરલ કરી દીધો છે.

વધુ જુઓ ...
    ચંદીગઢઃ ચંદીગઢની એક ખાનગી યુનિવર્સિટીમાં શનિવારે મોડીરાતે 2.30 વાગ્યે હોબાળો થયો હતો. એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે ગર્લ્સ હોસ્ટેલની એક છોકરીએ જ અન્ય 60 જેટલી છોકરીઓના ન્હાવાના સમયનો વીડિયો બનાવીને યુવકોને મોકલી દીધો. આ યુવકોએ આ વીડિયો ઈન્ટરનેટ મીડિયા પર વાઈરલ કરી દીધો છે.



    ઘટના પછી 8 યુવતીઓ દ્વારા આત્મહત્યાના પ્રયત્ન કરવામાં આવ્યો

    રિપોર્ટ્સ મુજબ ગર્લ્સ હોસ્ટેલમાં રહેનારી છોકરીઓના ઘણા સમયથી આ રીતે ન્હાવાના વીડિયો બનાવવામાં આવી રહ્યાં હતા. યુનિવર્સિટીના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે મેનેજમેન્ટ તેમની પર આ બાબતને દબાવવા માટેનું દબાણ કરી રહ્યું છે. આ ઘટના પછી ભડકેલા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ મોડીરાતે કેમ્પસમાં દેખાવો કર્યા હતા. વાયરલ વીડિયોને લઈને 8 યુવતીઓ દ્વારા આત્મહત્યાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાના પણ સમાચાર છે.

    વીડિયો બનાવનારી છોકરીને એક રૂમમાં પુરી દેવાઈ

    આત્મહત્યાનો પ્રયત્ન કરનારી છોકરીઓને હાલ અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેમાંથી એકની સ્થિતિ ગંભીર છે. પંજાબ મહિલા આયોગના અધ્યક્ષ મનીષા ગુલાટીએ આ મામલાની નોંધ લીધી છે. તે ખાનગી યુનિવર્સિટીમાં જશે, તેમની સાથી ડીસી અને એસએસપી પણ હાજર રહેશે. વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે તેમણે આ ગંભીર બાબતની ફરિયાદ યુનિવર્સિટી મેનેજમેન્ટને કરી, જોકે અત્યાર સુધીમાં કઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. એમ કહેવાઈ રહ્યું છે કે જે યુવતી પર અન્ય છોકરીઓનો વીડિયો બનાવીને વાઈરલ કરવાનો આરોપ છે, તેને હોસ્ટેલમાં એક રૂમમાં પુરી દેવામાં આવી છે.

    વીડિયો યુનિવર્સિટીના જ એક સ્ટુડન્ટે યુટ્યુબ પર પોસ્ટ કર્યો
    હોબાળો એટલો વધી ગયો કે સિક્યોરિટી ગાર્ડ્સે યુનિવર્સિટીનો મુખ્ય ગેટ બંધ કરવો પડ્યો. પોલીસને તેની માહિતી આપવામાં આવી. ગુસ્સે ભરાયેલા સ્ટુડન્ટ્સે પોલીસની ગાડીઓને ઉધી વાળી નાંખી, તેના પગલે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો છે. સૂત્રોનો જણાવ્યા મુજબ જે યુવકે ઈન્ટરનેટ મીડિયા પર યુવતીઓને વીડિયો વાઈરલ કર્યો છે, તે શિમલાનો રહેનારો છે. ખાનગી યુનિવર્સિટીમાં છોકરીઓના બાથરૂમની અંદરથી વીડિયો બનાવતી આરોપી યુવતીને રંગે હાથે પકડી લેવામાં આવી છે. જેનો વીડિયો યુનિવર્સિટીના જ એક સ્ટુડન્ટે યુટ્યુબ પર પોસ્ટ કર્યો છે. મોડીરાતે જ્યારે છોકરીઓએ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો તો મેનેજમેન્ટ હલી ગયું હતું.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Accident video, Surat Video Viral, Video viral

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन