Video : દિલ્હીમાં એક યુવક પહોંચ્યો સિંહના પાંજરામાં, કર્યા આવા નાટક

દિલ્હીમાં પ્રાણીસંગ્રહાલયમાં યુવકે સિંહના પાંજરામાં ઝંપલાવ્યું, પણ..

News18 Gujarati
Updated: October 17, 2019, 3:20 PM IST
Video : દિલ્હીમાં એક યુવક પહોંચ્યો સિંહના પાંજરામાં, કર્યા આવા નાટક
દિલ્હી પ્રાણીસંગ્રહાલયમાં યુવક સિંહના પીંજરામાં પહોંચ્યો
News18 Gujarati
Updated: October 17, 2019, 3:20 PM IST
દિલ્હીના પ્રાણીસંગ્રહાલયમાં માનસિક રીતે અસ્થિર યુવક સિંહના પાંજરામાં પહોંચી ગયો હતો. જે બાદ આ યુવકે સિંહ જોડે વાતો કરવા લાગ્યા. જો કે સિંહ પણ અચાનક જ માણસને તેની નજીક આવતો જોઇ થોડી વાર માટે થંભી ગયો હતો. તે પછી પણ યુવકે તેની જોડે વાતચીત ચાલુ રાખી સિંહને અડવાનો પ્રયાસ કર્યો હતો. છેવટે સિંહ યુવકના ખભા પર ચડી ગયો અને જ્યાં તેવું લાગ્યું કે કદાચ આ યુવક જીવતો નહીં બચે ત્યાં જ યુવક ઊભો થઇ જાય છે અને સિંહ તેને છોડી દે છે. જો કે યુવકને સિંહના પિંજરામાં આ રીતે સ્ટંટ કરતો જોઇને હાજર લોકોએ બૂમાબૂમ કરી હતી.

અને પાછળથી યુવકને પ્રાણીસંગ્રહાલયના સ્ટાફ અને 10 લોકોની મદદથી જીવતો બહાર કાઢવામાં આવ્યો હતો. જો કે નીચેનો વીડિયો જોઇએ તો યુવાનનું આ પરિસ્થિતિમાં જીવતો બહાર આવવું કોઇ ચમત્કારથી ઓછી વાત નથી. ત્યારે વધુ તપાસ કરતા યુવકનું માનસિક સંતુલન ઠીક ન હોવાનું બહાર આવ્યું છે. અને પ્રાણી સંગ્રહાલયના લોકોની ભારે જહેમત પછી આ યુવકને સિંહના પાંજરામાંથી બહાર નીકાળવામાં આવ્યો હતો.

જો કે આ સાથે તે સવાલ પણ ઊભો થાય છે કે પ્રાણી સંગ્રહાલયમાં સુરક્ષા વ્યવસ્થાના આ ઘટના થઇ ત્યારે શું કરતી હતી? અને કેવી રીતે આ યુવક અંદર સુધી પહોંચી ગયો. ઉલ્લેખનીય છે કે આ કોઇ પહેલી ઘટના નથી જ્યારે માનસિક રીતે અસ્થિર લોકો જંગલી પ્રાણીઓની પાંજરા સુધી પહોંચી જાય.

આ પહેલા બેંગ્લુરુ, હૈદરાબાદ અને દિલ્હીમાં પણ કેટલાક લોકો આજ રીતે પ્રાણીસંગ્રહાલયમાં જંગલી પ્રાણીઓના પાંજરામાં પહોંચી પોતાના પ્રાણને મુશ્કેલીમાં નાંખી ચૂક્યા છે. આ પહેલા દિલ્હીમાં જ એક સફેદ વાઘના વાડામાં યુવક પહોંચી જતા વાઘે યુવકને ફાડી ખાધો હતો. જો કે આજની ઘટનામાં યુવકના નસીબ સારા હતા કે સિંહે યુવકને જીવતો પાંજરામાંથી બહાર આવવા દીધો હતો. ત્યારે દિલ્હીમાં પ્રાણી સંગ્રહાલયમાં આવી ઘટનાઓ વધી રહી છે. જે પ્રશાસનની નબળી કામગીરી તરફ ઇશારો કરે છે.

First published: October 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...