Home /News /national-international /VIDEO: દિલ્હીમાં ફરી કંઝાવલા જેવી ઘટના, હોર્ન વગાડવાના વિવાદમાં યુવકને અડધો કિલોમીટર સુધી ઘસેડ્યો
VIDEO: દિલ્હીમાં ફરી કંઝાવલા જેવી ઘટના, હોર્ન વગાડવાના વિવાદમાં યુવકને અડધો કિલોમીટર સુધી ઘસેડ્યો
ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. (Photo- ABI Videograb)
પશ્ચિમ દિલ્હીના રાજૌરી ગાર્ડન વિસ્તારમાં હોર્ન વગાડવાની નજીવી બાબતે ઝઘડો થયા પછી એક કારમાં આવેલા સનકી યુવકે બચાવમાં આવેલા વ્યક્તિને કારના બોનેટ પર લગભગ 500 મીટર સુધી ઘસેડ્યો હતો.
નવી દિલ્હી: હવે દેશની રાજધાનીમાં કંઝાવલા ઘટના જેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જોકે આ ઘટનાને અંજામ આપનાર આરોપીઓએ તકરાર બાદ એક યુવકને કારમાંથી થોડે દૂર ઘસડીને લઇ ગયા હતા. પશ્ચિમ દિલ્હીના રાજૌરી ગાર્ડન વિસ્તારમાં હોર્ન વગાડવાની નજીવી બાબતે ઝઘડો થયા પછી એક કારમાં આવેલા સનકી યુવકે બચાવમાં આવેલા વ્યક્તિને કારના બોનેટ પર લગભગ 500 મીટર સુધી ઘસેડ્યો હતો. જ્યારે કેટલાક લોકોએ કાર સવારનો પીછો કર્યો ત્યારે કાર સવાર કારની બ્રેક લગાવીને કારના બોનેટ પર લટકેલી વ્યક્તિને નીચે પાડીને નાસી છૂટ્યો હતો. આ ઘટના ગુરુવારે સાંજે રાજા ગાર્ડન રીંગ રોડની છે.
પ્રોપર્ટી ડીલિંગનું કામ કરતો જયપ્રકાશ તેના મિત્ર હરવિંદર કોહલીને મળવા રોહિણીથી રાજા ગાર્ડન ચોક તરફ આવી રહ્યો હતો. તેમની કારની આગળ એક યુવક તેની કારમાં બેઠો હતો. જયપ્રકાશએ હોર્ન વગાડીને સાઈડ માંગી હતી, જ્યારે તેમને સાઈડ આપવામાં ન આવી ત્યારે તેઓ બીજા છેડેથી કાર લઈને આગળ ચાલ્યા ગયા હતા. આથી ગુસ્સે ભરાયેલા યુવકે આગળ આવીને જયપ્રકાશની કાર આગળ પોતાની કાર પાર્ક કરી હતી. પહેલા તેની સાથે ઝઘડો કર્યો પછી તેણે જયપ્રકાશ પર હાથ ઉપાડ્યો હતો. આ દરમિયાન ત્યાં કેટલાક લોકો એકઠા થઈ ગયા હતા.
ભીડને જોઈને હરવિંદર કોહલી જ્યારે નજીક પહોંચ્યો તો તેણે જોયું કે કારમાં સવાર એક યુવક તેના મિત્ર સાથે ઝઘડો કરી રહ્યો હતો. જ્યારે તેણે દરમિયાનગીરી કરવાનો પ્રયાસ શરૂ કર્યો ત્યારે યુવકે પણ તેના પર હાથ ઉપાડ્યો હતો. થોડા સમય પછી મામલો થંભી ગયો. દરમિયાન કારમાં બેઠેલા યુવકે પહેલા હરવિંદર કોહલીને ટક્કર મારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સદ્ભાગ્યે તેણે કારનું વાઇપર પકડ્યું અને બોનેટ પર લટકી ગયો હતો. પરંતુ તે યુવકે કાર રોકવાને બદલે લગભગ 500 મીટર સુધી કાર ચલાવી હતી.
#WATCH | A man was dragged on car's bonnet in Delhi's Rajouri Garden(12.01)
An incident of road rage occured that led to incident shown in video. Case registered under IPC sec 279, 323, 341, 308. Accused identified, being interrogated: Delhi Police
આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. તે દરમિયાન ત્યાં હાજર કેટલાક બાઇક સવારો અને કાર સવારોએ કારને ઓવરટેક કરી હતી, પછી પોતાની જાતને ફસાયેલો જોઈ કારમાં સવાર યુવકે બ્રેક મારી દીધી હતી. જેના કારણે હરવિંદર કોહલી નીચે પડી ગયો હતો અને કાર સવાર ત્યાંથી ભાગી ગયો હતો.
આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધ્યો છે. આ મામલે માહિતી આપતા DCP પશ્ચિમ ઘનશ્યામ બંસલે જણાવ્યું કે આ મામલે 279/323/341/308 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે આરોપીની ઓળખ થઈ ગઈ છે અને પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.
બીજી તરફ પીડિત હરવિંદર કોહલીએ જણાવ્યું કે, “કાર સવાર મને બોનેટ પર 400-500 મીટર સુધી ખેંચી ગયો હતો, હું વિવાદને સમાપ્ત કરવા ગયો હતો. કારમાં બેઠેલા યુવકના પિતા કહેતા હતા કે આ સરદાર પર કાર ચઢાવો. નાનકડી વાતમાં તમે શું મારવાનો પ્રયાસ કરશો’’.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર