ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેનેટે PM મોદીને પોતાની પાર્ટીમાં સામેલ થવા આમંત્રણ આપ્યું, જાણો આખી ઘટના

ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેનેટે અને PM મોદી

COP26 climate summit in Glasgow- નફ્તાલી બેનેટ પ્રધાનમંત્રી મોદી સાથે હાથ મિલાવીને કહે છે કે તમે ઇઝરાયેલમાં સૌથી પ્રખ્યાત વ્યક્તિ છો, જુઓ VIDEO

 • Share this:
  ગ્લાસગો : ઇઝરાયેલના પ્રધાનમંત્રી નફ્તાલી બેનેટ (Israel PM Naftali Bennet) અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)વચ્ચે મંગળવારે થયેલી બેઠકમાં હળવી ક્ષણો જોવા મળી હતી જ્યારે નફ્તાલી બેનેટે પીએમ મોદી સામે પોતાની પાર્ટીમાં સામેલ થવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. સાથે બેનેટે કહ્યું કે તે ઇઝરાયેલમાં ઘણા લોકપ્રિય છે. સ્કોટલેન્ડના (Scotland) ગ્લાસગોમાં (Glasgow) ચાલી રહેલી COP26 ક્લાઇમેન્ટ ચેન્જ સમિટની ઇતર બંને નેતાઓએ દ્વિપક્ષીય વાતચીત કરી હતી. આ વાતચીતનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં નફ્તાલી બેનેટ પ્રધાનમંત્રી મોદી સાથે હાથ મિલાવીને કહે છે કે તમે ઇઝરાયેલમાં સૌથી પ્રખ્યાત વ્યક્તિ છો. આવો અને મારી પાર્ટીમાં સામેલ થઇ જાવ. આ ટિપ્પણીનો જવાબ આપતા મોદીએ કહ્યું કે ધન્યવાદ, ધન્યવાદ. બેનેટની આ વાત પછી બંને નેતા જોરથી હસતા જોવા મળે છે.

  ચૂંટણીમાં બેંજામિન નેતન્યાહૂના પરાજય પથી ઇઝરાયેલના પ્રધાનમંત્રી તરીકે આ વર્ષે જૂનમાં કાર્યભાર સંભાળ્યા પછી નફ્તાલી બેનેટ અને પીએમ મોદી વચ્ચે આ પહેલી ઔપચારિક બેઠક થઇ હતી. આ બેઠકમાં બંને નેતાઓએ દેશોમાં દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી અને ટેકનોલોજી, ઇનોવેશનના ક્ષેત્રમાં આપસી સહયોગ વધારવાના મુદ્દા પર ચર્ચા કરી હતી.  આ પહેલા પ્રધાનમંત્રી મોદીએ બેનેટ સાથે થયેલી મુલાકાતને યાદ કરતા કહ્યું કે ભારતના લોકો ઇઝરાયેલ સાથે મિત્રતાને વધારે મહત્વ આપે છે. પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું કે ઇઝરાયેલ સાથે મિત્રતાને પ્રગાઢ કરતા પ્રધાનમંત્રી. પીએમ મોદી અને નફ્તાલી બેનેટની ગ્લાસગોમાં સાર્થક બેઠક યોજાઇ. બંને નેતાઓએ આપણા નાગરિકોના ફાયદા અને સહયોગ માટે વિભિન્ન ઉપાયોને મજબૂત કરવા પર ચર્ચા કરી.

  આ પણ વાંચો - જમ્મુ-કાશ્મીરના ભાજપ નેતા પર ધાર્મિક ભાવના આહત કરવાના આરોપમાં એફઆઈઆર

  મોદી અને બેનેટ વચ્ચે આ મુલાકાત વિદેશ મંત્રી એસ.જયશંકરની ગત મહિને ઇઝરાયેલ પ્રવાસ દરમિયાન મોદી તરફથી ઇઝરાયેલના પ્રધાનમંત્રીને ભારત આવવાનું નિમંત્રણ આપ્યા પછી થઇ છે. ઇઝરાયેલ મીડિયાના રિપોર્ટ પ્રમાણે આ વર્ષે જૂનમાં પ્રધાનમંત્રી બનેલા બેનેટ આગામી વર્ષે ભારતની યાત્રા કરે તેવી સંભાવના છે.
  Published by:Ashish Goyal
  First published: