Video Viral થતા જ 'બાબાના ઢાબા' પર પહોંચ્યા એટલા બધા લોકો કે સાચવવા થયા મુશ્કેલ, જાણો કેમ?

Video Viral થતા જ 'બાબાના ઢાબા' પર પહોંચ્યા એટલા બધા લોકો કે સાચવવા થયા મુશ્કેલ, જાણો કેમ?
બાબા કા ઢાબાના માલિક

દિલ્હીમાં 80 વર્ષી વુદ્ધ અહીં તેમની પત્ની સાથે નાનકડો ખાવાની દુકાન ચલાવે છે. અને ઢાબાનું નામ રાખ્યું છે બાબા કા ઢાબા.

  • Share this:
    સોશિયલ મીડિયા (Social Media) પર બે દિવસ પહેલા જ એક વીડિયો વાયરલ (Viral Video) થવાની શરૂઆત થઇ. આ વીડિયોમાં એક વુદ્ધ પતિ પત્નીને લઇને હતા. આ દંપત્તિ છેલ્લા કેટલાય વર્ષોથી દક્ષિણ દિલ્હીના માલવીય નગરમાં એક નાનકડો ઢાબા ચલાવે છે. લોકડાઉનના કારણે તેમની કમાણી બિલકુલ બંધ થઇ ગઇ હતી. કમાણી બંધ થતા તેમની મુશ્કેલી એટલી વધી ગઇ હતી કે તેમની પાસે ખાવાના પણ પૈસા નહતા.

    80 વર્ષી વુદ્ધ અહીં તેમની પત્ની સાથે નાનકડો ખાવાની દુકાન ચલાવે છે. અને ઢાબાનું નામ રાખ્યું છે બાબા કા ઢાબા. આ ઢાબા ચલાવનાર વુદ્ધ જણાવે છે કે તેમણે આને 1990માં શરૂ કર્યો હતો. પણ ગત 30 વર્ષોમાં તેમને એવી કોઇ પણ મુશ્કેલી નહતી થઇ જે તેમને લોકડાઉન સમયે થઇ.



    બાબાના ઢાબાના માલિક કહ્યું કે લોકડાઉન દરમિયાન તેમની કમાણી બિલકુલ બંધ થઇ ગઇ. જેના કારણે તેમને ઘર ખર્ચ નીકાળવો પણ મુશ્કેલ બની ગયો. તેમણે કેટલાક દિવસ તો ખાધા વગર ચલાવ્યા. બાબા અને તેમની પત્નીને 3 બાળકો છે જેમાં 2 દીકરા અને એક દીકરી છે. પણ ત્રણેયમાંથી કોઇ પણ કામમાં તેમની સાથ નથી આપતો. બે વખતનું ખાવા માટે તેમને પોતે જ કમાણી કરવી પડે છે.



    બે દિવસ પહેલા એક વ્યક્તિએ તેમનો વીડિયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર શેર કર્યો. અને પછી તો તેમને ત્યાં લોકોની લાઇનો લાગવા લાગી. જેમાંથી કેટલાક તો બોલિવૂડથી જોડાયેલા લોકો પણ હતા. અનેક લોકો તેમની મદદ માટે આગળ આવ્યા. ફિલ્મ એક્ટ્રેસ રવીના ટંડને પણ આ વાયરલ વીડિયોને ટ્વિટ કરીને કહ્યું કે આ ઢાબા ખાઇને મને તમારી તસવીર મોકલો હું તેને એક મેસેજ સાથે મારી સ્કીન પર પોસ્ટ કરીશ.

    લોકાની ભીડ


    વીડિયો વાયરલ થયા પછી અને રવીના ટંડનના મેસજ પછી આ ઢાબા પર ભીડ ભેગી થવા લાગી. લોકો અહીં અલગ અલગ રીતે બાબાની મદ કરતા નજરે પડ્યા. ઢાબા પર કોઇ ખાવા આવ્યું. તો કોઇ મદદ માટે તેમને પૈસા આપ્યા. બાબાના ઢાબાની તો આ પછી તસવીર જ બદલાઇ ગઇ. ઢાબેની બહાર મોટી સંખ્યામાં ભીડ જોવા મળી.

    કેટલાક લોકોએ તો બાબા સાથે ફોટો પણ પડાવ્યા. ટીવી અને મીડિયા વાળા પણ અહીં પહોંચી ગયા. બાબાએ આ બધુ જોઇને કહ્યું કે ખરેખર તેમને આશા કરતા વધુ મળ્યું છે. પહેલા લોકો નહતા આવતા એટલે બાબા પરેશાન હતા અને હવે આટલા બધા લોકો આવે છે તો ભીડને કેવી રીતે સાચવવા તે વાતથી બાબા પરેશાન છે. પણ તેમણે તમામ લોકોનો આભાર માન્યો છે.
    Published by:Chaitali Shukla
    First published:October 08, 2020, 16:14 IST

    ટૉપ ન્યૂઝ