આજકાલ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓના વાડામાં લોકો કૂદી પડે તેવી ઘટનાઓ વધી રહી છે. આવું જ કંઇક બન્યું છે મધ્યુપ્રદેશના ઇન્દોરમાં. જ્યારે પ્રાણીસંગ્રહાલયમાં વાઘના પિંજરામાં એક વ્યક્તિએ ઘૂસવાનો પ્રયાસ કર્યો. આ યુવક વાઘના વાડાની જાળી ચડી ગયો હતો. અને વાઘના વાડામાં જવા ઇચ્છી રહ્યો હતો. પણ તે સમયે આસપાસના લોકો અને પ્રાણીસંગ્રહાલયના કર્મચારી આ યુવકને જોઇ જતા ઉહાપો મચી ગયો હતો. ત્યાં હાજર લોકો અને કર્મચારીઓ આ યુવકને આવું કરતા રોકવા લાગ્યા. આખરે ભારે જહેમત પછી આ યુવકને સુખરૂપ વાઘના વાડામાંથી બહાર નીકાળવામાં આવ્યો હતો.
જે પછી પ્રાણી સંગ્રહાલયના વડાએ આ યુવકને પોલીસને સુપરત કરી દીધો હતો. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે યુવક માનસિક રીતે પરેશાન હતો. તેને કેટલાક લોકોથી વ્યાજે નાણાં લીધા હતા. અને હવે તે નાણાં પાછા ચૂકવવા માટે અક્ષમ હતો. દેવું વધી જતા મુશ્કેલીઓથી ત્રસ્ત થઇને યુવકને આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો. અને યુવકે આત્મહત્યા કરવાના વિચાર સાથે વાઘના વાડામાં દાખલ થવાનો પ્રયાસ કર્યો. જો કે હાજર લોકો અને પ્રાણીસંગ્રહાલયના કર્મચારીઓ સ્થિતિનો ખ્યાલ આવી જતા તેમણે આ ખોટું કામ થતા યુવકને રોક્યો હતો.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ ઇન્દોરના આ જ પ્રાણીસંગ્રહાલયમાં એક યુવકે આત્મહત્યાના પ્રયાસ હેઠળ જ સિંહના વાડામાં જવાનો પ્રયાસ કર્યો હતો. પણ તેને બચાવી લેવામાં આવ્યો હતો. વધુમાં આ પહેલા પણ દેશના અલગ અલગ પ્રાણીસંગ્રહાલયમાં વાઘ અને સિંહના પાંજરામાં માનસિક રીતે અસ્થિર લોકોને પ્રાણીના વાડામાં જવાનો પ્રયાસ કર્યો હતો. જો કે મોટાભાગના કિસ્સામાં આ લોકોને હેમખેમ બચાવી લેવામાં આવ્યા હતા. આ કેસમાં પણ વાઘ શાંતિથી બેઠા હતો. અને યુવક કંઇ વધુ ગંભીર પગલું ઉઠાવે તે પહેલા જ તેને કર્મચારીઓ દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો.
Published by:Chaitali Shukla
First published:November 22, 2019, 16:41 pm