Home /News /national-international /VIDEO:મોદીજીને વિશ્વમાં કેટલું સન્માન મળે છે...;PM મોદીની હાજરીમાં જ બોલ્યા અશોક ગહલોત

VIDEO:મોદીજીને વિશ્વમાં કેટલું સન્માન મળે છે...;PM મોદીની હાજરીમાં જ બોલ્યા અશોક ગહલોત

અશોક ગહલોતે માનગઢના પ્રવાસ દરમિયાન પીએમ મોદીની પ્રશંસા કરી છે. (ફાઈલ ફોટો)

રાજસ્થાનના માનગઢમાં એક સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી અશોક ગહલોત મંચ શેર કરતા જોવા મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મંગળવારે રાજસ્થાનમાં બાંસવડાના માનગઢ ધામની મુલાકાતે પહોંચ્યા તો અશોક ગહલોતે તેમની ભર સભામાં પ્રશંસા કરી અને કહ્યું કે વડાપ્રધાન મોદી વિદેશ જાય છે તો તેમને સન્માન મળે છે.

વધુ જુઓ ...
    જયપુરઃ રાજસ્થાનના માનગઢમાં એક સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી અશોક ગહલોત મંચ શેર કરતા જોવા મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મંગળવારે રાજસ્થાનમાં બાંસવડાના માનગઢ ધામની મુલાકાતે પહોંચ્યા તો અશોક ગહલોતે તેમની ભર સભામાં પ્રશંસા કરી અને કહ્યું કે વડાપ્રધાન મોદી વિદેશ જાય છે તો તેમને સન્માન મળે છે. બાંસવાડાની પાસે માનગઢ ધામમાં માનગઢ ધામની ગૌરવ ગાથા કાર્યક્રમને સંબોધિત કરતા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મંગળવારે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશ્વમાંથી સન્માન મળે છે, કારણ કે તેઓ એવા દેશના વડાપ્રધાન છે, જ્યાં લોકશાહીના મૂળ્યા મજબૂત છે અને જે મહાત્મા ગાંધીનો દેશ છે. આ દરમિયાન મંચ પર વડાપ્રધાન મોદી પણ હાજર હતા.



    મુખ્યમંત્રી ગહલોતે કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના વિવિધ દેશોમાં જાય છે, તો તેમને કેટલું સન્માન મળે છે. એવું કેમ થાય છે...કારણ કે નરેન્દ્ર મોદીજી તે દેશના વડાપ્રધાન છે, જે ગાંધીજીનો દેશ છે, જ્યાં લોકશાહીના મૂળીયા મજબૂત અને ઉડ્ડા છે. અહીં 70 વર્ષ પછી પણ લોકશાહી જીવતી રહી છે. જેમણે આદિવાસી સ્વતંત્રતા સેનાની ગોવિંદ ગુરુને યાદ કરતા કહ્યું કે તેમનું યોગદાન દેશ કાયમ યાદ રાખશે.

    આ પણ વાંચોઃ PM Modi In Morbi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા, મૃતકોના પરિવારજનોને મળશે

    અશોક ગહલોતે કહ્યું કે આદિવાસીઓ માટે બાંસવાડામાં યુનિવર્સિટી ખોલવામાં આવી છે. શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કોલેજ ખોલવામાં આવી રહી છે. આ સિવાય સ્વાસ્થ્ય સેવાઓમાં આપણે ખૂબ આગળ નીકળી ગયા છે. મુખ્યમંત્રીએ રાજ્ય સરકારની ચિરંજીવી યોજનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે જો વડાપ્રધાનને રાજસ્થાનની આ યોજનાના મોડલનું અધ્યન કરાવવામાં આવે તો બની શકે કે તમે (મોદી) તે આખા દેશમાં લાગુ થાય તેવું ઈચ્છશો.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Congress Guarat, Congress leaders, Narendra Modi in Gujarat

    विज्ञापन
    विज्ञापन