લગ્નમાં હાથી થયો બેકાબુ, ગાડીઓના વાળ્યા કચ્ચરઘાણ, વરરાજા જીવ બચાવવા ભાગ્યા, જુઓ VIDEO

લગ્નમાં હાથી થયો બેકાબુ, ગાડીઓના વાળ્યા કચ્ચરઘાણ

હાથી બેકાબુ થતા ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો, જાનની શોભા વધારવા માટે હાથી અને ઘોડા પણ લઇ જવામાં આવ્યા હતા

 • Share this:
  પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં (Prayagraj)એક લગ્ન સમારોહ દરમિયાન (Marriage Ceremony) એક હાથીએ જોરદાર ઉત્પાત મચાવ્યો હતો. આ ઘટના અમલાપુર ગામની છે. અહીં જાન સાથે આવેલા એક હાથી (Elephant)અચાનક બેકાબુ થયો હતો. મહાવતે હાથીને કાબુમાં કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ હાથી રોકાયો ન હતો અને તાંડવ મચાવવાનું શરુ કરી દીધું હતું. બેકાબુ હાથીએ મંડપ તોડી નાખ્યો હતો અને ઘણી ગાડીઓના પણ કચ્ચરઘાણ વાળી નાખ્યા હતા. હાથીએ ગામમાં ઘણા ઘરોમાં પણ નુકસાન પહોંચાડ્યું છે.

  બેકાબુ હાથી મહાવતથી પણ કાબુમાં થતો ન હતો. વરરાજા દેવ આનંદ ત્રિપાઠીએ બગીમાંથી ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. ઘટનાની જાણકારી પોલીસને આપતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ગામલોકોની મદદથી ભારે મહેનત પછી હાથીને હટાવવામાં સફળતા મળી હતી.

  આ પણ વાંચો - વલસાડ : કાળમુખી ગુડસ ટ્રેનની ટક્કરથી 11 ગાયોના કરૂણ મોત, દૂર દૂર સુધી ફંગોળાઇ

  11 જૂનની રાત્રે થરવઇ થાના ક્ષેત્રના નારાયણપુરથી જાન સરાય ઇનાયત થાના ક્ષેત્રના અમલાપુર મલબા ગામ પહોંચી હતી. જાનની શોભા વધારવા માટે હાથી અને ઘોડા પણ લઇ જવામાં આવ્યા હતા. જેમાં એક હાથી લગ્નના સ્થળે બેકાબુ થયો હતો. તેણે લગ્ન મંડપ તોડી નાખ્યો હતો અને ઘણી ગાડીઓને પણ નુકસાન કર્યું હતું.

  હાથી બેકાબુ થતા ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. લોકોએ દોડીને પોતાના જીવ બચાવ્યા હતા. બગી ઉપર સવાર વરરાજાએ પણ દોડીને પોતાનો જીવ બચાવ્યો હતો.
  Published by:Ashish Goyal
  First published: