Home /News /national-international /

Video: રાજસ્થાનમાં વરસી રહી છે આગ, ધગધગતી રેતીમાં બીએસએફ જવાનોએ શેક્યા પાપડ

Video: રાજસ્થાનમાં વરસી રહી છે આગ, ધગધગતી રેતીમાં બીએસએફ જવાનોએ શેક્યા પાપડ

આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે

Hitwave in rajasthan - રાજસ્થાનમાં આ દિવસોમાં આકરી ગરમી પડી રહી છે, છેલ્લા એક સપ્તાહથી બિકાનેર જિલ્લામાં સરેરાશ તાપમાન 45થી 47 ડિગ્રીની વચ્ચે રહ્યું છે

બીકાનેર : રાજસ્થાનમાં (rajasthan)અસહ્ય ગરમી (Hitwave) પડી રહી છે. સ્થિતિ એવી છે કે સતત વધી રહેલા તાપમાનના (Hot Weather) કારણે હવે મરુધારાના રેતીના ટેકરા એટલા ગરમ થવા લાગ્યા છે કે તેના પર પાપડ પણ સરળતાથી શેકી શકાય છે. આ કોઇ કાલ્પનિક વીડિયો નથી, પરંતુ વાસ્તવિકતા છે. પશ્ચિમ રાજસ્થાનમાં 45થી 47 ડિગ્રી તાપમાન વચ્ચે ભારત-પાકિસ્તાન બોર્ડર (India-Pakistan border) પર સુરક્ષા મોરચે ઉભેલા બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો (BSF Jawan) રેતીમાં પાપડ શેકતા નજરે આવી રહ્યા છે.

આના પરથી અંદાજ લગાવી શકાય છે કે આ BSF જવાનો કયા સંજોગોમાં દેશની સુરક્ષા માટે મોરચે ઉભા છે. સૂર્ય દેવ અગનગોળા વરસાવી રહ્યા છે અને જવાનો રેતીમાં પાપડ શેકી રહ્યા છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

ધગધગતા સૂર્યપ્રકાશને કારણે ગરમ થયેલી રેતી પર પાપડ શેકવાનો આ વીડિયો બિકાનેર જિલ્લામાંથી સામે આવ્યો છે. આ ચોંકાવનારો વીડિયો બિકાનેર જિલ્લાના ભારત-પાકિસ્તાન બોર્ડર વિસ્તારમાંથી સામે આવ્યો છે. આ વીડિયોમાં બીકાનેર જિલ્લાના બજ્જુ વિસ્તારમાં બોર્ડર પર તૈનાત બીએસએફ જવાનોએ થોડા સમય માટે તપતી રેતીની અંદર પાપડ રાખ્યા હતા. થોડા જ સમયમાં તે પાપડ સંપૂર્ણપણે શેકાઈ ગયા. બીએસએફ જવાનોએ તેનો વીડિયો પણ બનાવ્યો હતો. અગાઉ, ચુરુ જિલ્લામાં આકરી ગરમી દરમિયાન રેતીના ટેકરાઓ વચ્ચે આગ વગર આમલેટ બનાવવામાં આવી હતી.

આ પણ વાંચો - Raj thackeray: શું 'શિવસેનાના હિન્દુત્વ'ને પચાવી જશે રાજ ઠાકરે? તૈયારી તો આવી જ છે MNS ચીફની

પાપડ શેકી જવાનોએ કર્યો ભૂક્કો

વીડિયોમાં બીએસએફના જવાનોએ તેને હથેળી પર લઇને સંપૂર્ણ રીતે શેકેલા પાપડ બતાવ્યા છે. તે પછી તેણે પાપડ હાથમાં લઈને તેનો ભૂક્કો પણ કર્યો હતો. આ વીડિયો જોઇને સ્પષ્ટ સાબિત થાય છે કે કડકડતી ગરમી અને તપતી રેતી વચ્ચે આપણી વીર જવાનો કેવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આમ છતાં પણ તેમના ચહેરા પણ ફરીયાદની એક કરચલી પણ દેખાતી નથી. તેઓ તેમની ફરજ પૂરી ખંતથી નિભાવી રહ્યા છે. આપણા દેશની સરહદના રક્ષકો સરહદની સુરક્ષામાં અડગ રહીને ગરમીને હરાવી રહ્યા છે.


બિકાનેરમાં તાપમાન 45થી 47 ડિગ્રી

નોંધનીય છે કે રાજસ્થાનમાં આ દિવસોમાં આકરી ગરમી પડી રહી છે. પશ્ચિમ રાજસ્થાનના પ્રદેશમાં સ્થિત રેતીના ટેકરાઓ પર ખુલ્લા પગ રાખવા તે અંગારા પર રાખવા સમાન છે. છેલ્લા એક સપ્તાહથી બિકાનેર જિલ્લામાં સરેરાશ તાપમાન 45થી 47 ડિગ્રીની વચ્ચે રહ્યું છે. પશ્ચિમ રાજસ્થાનના બાડમેર, જેસલમેર અને જોધપુરમાં પણ આ જ સ્થિતિ છે. જો કે હવામાન વિભાગે મંગળવારથી મરુધારાના 10 જિલ્લામાં હવામાનમાં ફેરફારની આગાહી જાહેર કરી છે. પરંતુ હજુ પણ ગરમી યથાવત છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Hitwave, Rajasthan news, કાળઝાળ ગરમી

આગામી સમાચાર