Home /News /national-international /

VIDEO: લોકો રોકતા રહ્યા, ન માન્યો ખેડૂત, તણાયો વહેતા પાણીમાં

VIDEO: લોકો રોકતા રહ્યા, ન માન્યો ખેડૂત, તણાયો વહેતા પાણીમાં

    મહારાષ્ટ્રના લાતૂર જીલ્લાના શિરૂર અનંત પાલ તાલુકાના નાગેવાડી ગામના પુલ પર રસ્તા પર વહી રહેલા ધસમસતા પાણીના પ્રવાહ પરથી પસાર થતા એક ઘરડો ખેડૂત તણાઈ ગયો. આ સમગ્ર ઘટના લોકોએ કેમેરામાં કેદ કરી હતી. આ ઘટનાનો પુરો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક ઉંમર લાયક ખેડૂતને લોકો રોકવાની કોશિસ કરે છે, પરંતુ માનતો નથી, અને પુલ પરથી પસાર થઈ રહેલ ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ જાય છે.

    મુંબઈ સહિત મહારાષ્ટ્રના દરેક જીલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કેટલાએ જીલ્લામાં પુરની સ્થિતિ સર્જાઈ છે. આ બધા વચ્ચે લાતૂર જીલ્લામાં આ હચમચાવી મુકે તેવો વીડિયો સામે આવ્યો છે. સળંગ વરસી રહેલ વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદના કારણે નદીઓમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ છે.

    લાતૂર જીલ્લાના શિરૂર અનંતપાલ તાલુકાના નાગેવાડી ગામના પુલ પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો હતો. પરંતુ એક ખેડૂત આ પુલ પરથી બીજી તરફ જવા માટે જીદે ચઢ્યો. લોકો તેને રોકતા રહ્યા પરંતુ કોઈનું માન્યું નહીં. અને પાણીના ધસમસતા પ્રવાહમાં રોડ ક્રોસ કરવા લાગ્યો. ખેડૂતને પાણીનો અંદાજ ન આવ્યો, અને વચમાં જ ફસાઈ પડ્યો. પુલ પરથી પાણીનો પ્રવાહ એટલો જબરદસ્ત હતો કે, ખેડૂત પોતાનું બેલેન્સ ગુમાવી બેઠો અને પાણીના પ્રવાહમાં ગણતરીની મિનીટમાં તણાઈ ગયો.

    ત્યાં રહેલ ભીડે તેને રોકવાની કોશિસ કરી, પરંતુ તેની જીદ જાનલેવા સાબિત તઈ. લોકો ઉભા રહી બુમો પાડતા રહ્યા, પરંતુ પાણીના ધસમસતા પ્રવાહમાં કોઈ તેને બચાવવાની હિમ્મત ન કરી શક્યું. હવે તંત્ર ખેડૂતને શોધી રહ્યું છે, કેટલાએ કલાકો વીતી ગયા છતાં તંત્ર ખેડૂતને શોધવામાં સફળ નથી થઈ શક્યું.

    Published by:kiran mehta
    First published:

    Tags: After, Drowned, Flood, Heavy rains, Man, Video

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन