Padma Award Ceremony in New Delhi: જ્યારે યોગગુરૂ સન્માન લેવા પહોંચ્યા ત્યારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે ઘૂંટણિયે બેસી તેમનું અભિવાદન કરવાનું શરૂ કર્યું હતું. યોગગુરુને આવું કરતા જોઈને વડાપ્રધાન મોદી તરત જ તેમની જગ્યાએ ઉભા થઈ ગયા અને યોગગુરુ સમક્ષ હાથ જોડીને પ્રણામ કર્યા હતા.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President Ramnath Kovind) આજે 125 વર્ષીય સ્વામી શિવાનંદને યોગના ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે પદ્મશ્રીથી સન્માનિત કર્યા છે. વારાણસીમાં રહેતા સ્વામી શિવાનંદ (Swami Sivananda) વિશે કહેવાય છે કે 125 વર્ષની ઉંમરે પણ તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન (Rashtrapati Bhavan)માં વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર 128 લોકોને સન્માનિત કર્યા છે.
સ્વામી શિવાનંદનો જન્મ 3 ઓગસ્ટ 1896ના રોજ થયો હતો. તેઓ ચમક-દમકની દુનિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે. યોગ અને ધર્મમાં રસ ધરાવતા સ્વામી શિવાનંદ દરરોજ સવારે 3 વાગે ઉઠીને યોગ કરે છે. આ ઉપરાંત તેઓ ભગવદ્ ગીતા અને મા ચંડીનો પાઠ કરે છે.
જ્યારે યોગગુરૂ સન્માન લેવા પહોંચ્યા ત્યારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે ઘૂંટણિયે બેસી તેમનું અભિવાદન કરવાનું શરૂ કર્યું હતું. યોગગુરુને આવું કરતા જોઈને વડાપ્રધાન મોદી તરત જ તેમની જગ્યાએ ઉભા થઈ ગયા અને યોગગુરુ સમક્ષ હાથ જોડીને પ્રણામ કર્યા હતા. યોગગુરુએ પણ આ જ રીતે રાષ્ટ્રપતિનું અભિવાદન કર્યું હતું.
આસામના પ્રખ્યાત સામાજિક કાર્યકર સ્વામી શિવાનંદ ઉપરાંત શકુંતલા ચૌધરીને મરણોત્તર પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. થોડા દિવસ પહેલા 102 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.
આ ઉપરાંત જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર નજમા અખ્તર, જમ્મુ અને કાશ્મીર નિવાસી પ્રોફેસર વિશ્વમૂર્તિ શાસ્ત્રી, પંજાબી લોક ગાયક ગુરમીત બાવા, દક્ષિણ કન્નડમાં ટનલ મેન તરીકે જાણીતા અમાઈ મહાલિંગ નાઈક સહિત ઘણી હસ્તીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર