ક્યાં માનવતા ? યુવાન તડપતો રહ્યો અને લોકો સેલ્ફી લેતા રહ્યા…

News18 Gujarati
Updated: July 11, 2018, 6:31 PM IST
ક્યાં માનવતા ? યુવાન તડપતો રહ્યો અને લોકો સેલ્ફી લેતા રહ્યા…
News18 Gujarati
Updated: July 11, 2018, 6:31 PM IST
પ્રેમદાન દેથા : માનવતાને ભૂંડી લગાડે તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આ વખતે વાત છે રાજસ્થાનના બાડમેરની. અહીં માર્ગ અક્સમાતમાં ત્ર્ર્રણ યુવાનો ઘવાયા, મદદ માટે તડપ્યા, લોકોએ તમાશો જોયો, સેલ્ફી લીધી, વિડિઓ ઉતાર્યા અને આ ત્રણેય સારવારના અભાવે મોતને ભેટ્યા !

હવે આ વિડિઓ વાયરલ થઇ રહયો છે અને લોકો તેની મજા લઇ રહ્યા છે.

બે દિવસ પૂર્વે એટલે કે સોમવારે બાડમેર જિલ્લામાં આ ઘટના બની. ત્રણ યુવાનો મોટરસાઇકલ ઉપર જઈ રહ્યા હતર ત્યારે એક બસે તેને ટક્કર મારી। આ ટક્કર એટલી તો ખતરનાક હતી કે એક યુવકનું તો ઘટનાસ્થળે જ મૃત્યુ થઇ ગયું જયારે બીજા બે ગંભીર રીતે ઘાયલ થયા. આ ઘાયલ યુવાનોને સમયસર હોસ્પિટલ સારવાર માટે ન પહોચાડાયા એટલે તેમના પણ બાદમાં સારવાર દરમિયાન મૃત્યુ થયા.આ દુર્ઘટનાના વીડિયો બે દિવસ બાદ સામે આવ્યા છે, જે માનવતાને શરમમાં મૂકે તેવા છે. બાડમેરના પોલીસ અધિક્ષક ગગનદીપ સિંગલાએ જણાવ્યું હતું કે, જિલાના ચૌહટન વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. આ ઘટનાનો જે વિડિઓ વાયરલ થયો છે તે લોકોની સંવેદનહીનતા રજુ કરે છે. જે ખરેખર દુઃખદ છે. મદદ માટે તડપતા આ યુવાનોને કોઈએ હાથ લંબાવ્યો નહોતો, ઉલટું એક યુવક તો સેલ્ફી લેવામાં જયારે અન્યો વિડિઓ બનાવવામાં વ્યસ્ત હતા.
First published: July 11, 2018
વધુ વાંચો
अगली ख़बर