Home /News /national-international /

સાધ્વીના નિવેદન વિશે 26/11ની પીડિતાએ કહ્યું,'નિર્દોષોને પણ તમારો શ્રાપ લાગ્યો'

સાધ્વીના નિવેદન વિશે 26/11ની પીડિતાએ કહ્યું,'નિર્દોષોને પણ તમારો શ્રાપ લાગ્યો'

સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરની ફાઇલ તસીવર

26-11ની પીડિતા દેવિકાના પિતાનો ફ્રૂટનો વ્યવસાય હતો જોકે ત્યારાબાદ તેમનું જીવન બદલાઈ ગયું. આતંકવાદી હુમલાના પીડિતાએ કહ્યું કરકરે દેશ માટે શહીદ થયા તેના વિશે આવું નિવેદન યોગ્ય નથી.

  મનોજ ખાંડેકર

  મધ્યપ્રદેશના ભોપાલ બેઠકના ઉમેદવાર અને માલેગાવ બ્લાસ્ટના આરોપી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે જણાવ્યું હતું કે 26/11 હુમલામાં શહીદ થનારા મહારાષ્ટ્ર ATSના વડા હેમંત કરકરેને સન્યાસીઓનો શ્રાપ લાગ્યો હતો. તેમણે કહ્યું હું જેલમાં ગઈ એના 45 દિવસોમાં કરકરેનો અંત થઈ ગયો હતો.

  સાધ્વીના આ નિવેદન બાદ રાજકાણમાં ભૂકંપ આવ્યો હતો. નેતાઓ સાધ્વીના નિવેદન પર આક્ષેપ-પ્રતિઆક્ષેપનું રાજકારણ ખેલવા લાગ્યા હતા જોકે, આ મુદ્દે 26/11 હુમલાની સાક્ષી દેવિકા રોટવને પણ પ્રતિક્રિયા આપી છે.

  દેવિકાએ કહ્યું, “જો સાધ્વીએ શ્રાપ આપ્યો હોય તો તે અમને પણ લાગ્યો છે, આ હુમલામાં તમારો શું ફાયદો હતો ? આ હુમલામાં નિર્દોષોનો પણ ભોગ લેવાયો છે. કરકરએ દેશ માટે બલિદાન આપ્યું હતું તેમના વિશે આવું નિવેદન યોગ્ય નથી. ”

  ગુનેગારોનો સજા અપાવી તેને કહે છે કસાબની દિકરી
  દેવિકા રોટાવ 26/11 હુમલાની સાક્ષી હતી. તેના નિવેદનના કારણે કસાબને ફાંસીની સજા થઈ હતી. દેવિકા 10 વર્ષ બાદ હુમલા વિશે કહે છે કે આ હુમલાના 10 વર્ષ બાદ પણ અમારી સ્થિતિ જેવી હતી તેવી જ છે. હું જ્યાં પણ જાવ છું મને 'કસાબ કી બેટી' કહેવામાં આવે છે. જ્યારે હુમલો થયો ત્યારે દેવિકા છત્રપતિ શિવાજી ટર્મિનસ ખાતે હતી અને તેના પગમાં ગોળી લાગી હતી. દેવિકા એ વ્યક્તિ છે, જેણે કોર્ટમાં સાક્ષી તરીકે કસાબની ઓળખ કરી આપી હતી.

  આ પણ વાંચો : કોંગ્રેસના નારા 'અબ હોગા ન્યાય' સાથે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના હોર્ડિગ મૂકાયાં

  દેવિકાએ કહ્યું, ' 26/11 નો એ દિવસ હું કે મારો પરિવાર ભૂલી નહીં શકીએ. અમે પરિવાર સાથે ટ્રેનની રાહ જોઈ રહ્યાં હતા મારો ભાઈ ટૉયલેટ ગયો હતો એટલામાં જ ફાયરિંગ શરૂ થઈ ગયું હતું. લોકો આમ તેમ ભાગવા લાગ્યા અમે પણ જીવ બચાવવા ભાગી રહ્યાં હતા ત્યારે અચાનક મને અહેસાસ થયો કે મારા પગમાં કઈક લાગ્યું છે. મને ખૂબ જ દર્દ થયું અને હું જમીન પર પટકાઈ ગઈ. લોકોના રોકકળ વચ્ચે મને ફાયરિંગ કરનાર શખ્સ જોવા મળ્યો તે હસી રહ્યો હતો તેના ચહેરા પર સહેજ પણ તકલીફ નહોતી. તે અજમલ કસાબ હતો.”

  હુમલા બાદ મુંબઈની જેજે હૉસ્પિટલમાં દેવિકાનો ઇલાજ થયો અને ત્યારબાદ તેની સ્થિતી સારી થઈ જોકે, એક દિવસ મુંબઈ પોલીસનો ફોન આવ્યો અને તેની સ્થિતિ બદલાઈ ગઈ. પોલીસે દેવિકાને મુંબઈ હુમલાની સાક્ષી બનાવી કોર્ટામાં તેણે આતંકવાદીઓ વિરુદ્ધ જુબાની આપી જોકે, સરકારી સાક્ષી હોવાના કારણે તેના પરિવાર સાથે સગા વહાલાઓએ અંતર બનાવી લીધું હતું.

  આ પણ વાંચો : મુંબઈ ATS વડા હેમંત કરકરેને તેના કર્મોની સજા મળી: સાધ્વી પ્રજ્ઞા

  દેવિકાને વચ્ચે ટીબી થઈ ગયો હતો તેણે મદદ માટે વડાપ્રધાન મોદીની મદદ માંગી હતી. તેણે ટ્વીટ કર્યુ હતું જોકે તેનો કોઈ જવાબ આવ્યો નહીં થોડા દિવસ બાદ દિલ્હીથી એક અધિકારીએ ફોન કર્યો અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને જાણકારી આપવા જણાવાયું હતું.

  દેવિકા મોટી થઈને મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્નડ સબક શીખવાડવા માંગે છે તેની આઈપીએસ અધિકારી બનવાની ઇચ્છા છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: વિવાદ

  આગામી સમાચાર