ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૂયા નાયડૂએ બુધવારે કહ્યું કે જો પાકિસ્તાનની સાથે વાતચીત થાય છે તો માત્ર પાકસ્તિાન અધિકૃત કાશ્મીર (PoK) પર થશે. નાયડૂએ કહ્યું કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને હવે આપણે PoK પરત લેવું જોઈએ.
વેંકૈયા નાયડૂ, આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં નેવલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી લેબોરેટરીની સ્વર્ણ જયંતિ સમારોહમાં સંબોધન કરી રહ્યા હતા. તેઓએ કહ્યું કે આપણે યુદ્ધ નથી ઈચ્છતા, આપણે શાંતિપૂર્ણ નાગરિક છીએ.
આ પહેલા ઉપરાષ્ટ્રપતિએ મંગળવારે કહ્યું હતું કે, આર્ટિકલ 370 એક રાજકીય મુદ્દો નથી પરંતુ એક રાષ્ટ્રીય મુદ્દો હતો. વિજયવાડામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેઓએ કહ્યું કે, સમયની જરૂરિયાત હતી. ઉપરાષ્ટ્રપતિએ ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, તે લાંબા સમયથી રોકાયેલું હતું. આર્ટિકલ 370ને રદ કરવું દેશ માટે સારું છે, જોકે કેટલાક અસ્થાગી મુદ્દા હોઈ શકે છે. આ એક રાજકીય મુદ્દો નથી, પરંતુ એક રાષ્ટ્રીય મુદ્દો છે.
રાજનાથ સિંહે પણ આપ્યું હતું આવું જ નિવેદન
થોડા દિવસો પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે આવા જ પ્રકારનું નિવેદન આપતાં કહ્યું હતું કે પાકિસ્તાનની સાથે ત્યાં સુધી કોઈ વાતચીત નહીં થાય જ્યાં સુધી તે આતંકવાદીઓ વિરુદ્ધ કામ નહીં કરે અને આતંકી પ્રવૃત્તિઓનું સમર્થન કરવાનું બંધ નહીં કરે.
રાજનાથ સિંહે એમ પણ કહ્યું હતું કે જો ભવિષ્યમાં પાકિસ્તાની સાથે વાતચીત થાય છે તો તે PoK વિશે હશે, અન્ય કોઈ મુદ્દા પર નહીં.