દેશના આગામી નેવી ચીફ હશે વાઇસ એડમિરલ કરમવીર સિંહ

વાઇસ એડમિરલ કરમવીર સિંહ (ફાઇલ ફોટો)

નેવી સ્ટાફના પ્રમુખ એડમિરલ સુનીલ લાંબા 31 મે 2019ના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે

 • Share this:
  સરકારે વાઇસ એડમિરલ કરમવીર સિંહને નેવી સ્ટાફના આગામી પ્રમુખ નિયુક્ત કર્યા છે. નેવી સ્ટાફના પ્રમુખ એડમિરલ સુનીલ લાંબા 31 મે 2019ના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. વાઇસ એડમિરલ કરમવીર સિંહ, ઈન્ડિયન નેવીના પૂર્વ નેવી કમાનના હાલ ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ છે, જેનો તેઓએ 31 ઓક્ટોબર 2017ના રોજ કાર્યભાર સંભાળ્યો હતો. હરીશ બિષ્ટના સેવાનિવૃત્ત થયા બાદ તેઓએ આ પદ ગ્રહણ કર્યું હતું.

  સિંહને જુલાઈ 1980માં ઈન્ડિયન નેવીમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા અને 1982માં હેલિકોપ્ટર પાયલટ બન્યા. તેઓએ એચએએલ ચેતક અને કામોવ-25 હેલિકોપ્ટર્સને ઉડાવવાનો વ્યાપક અનુભવ છે.

  તેઓએ આઈસીજીએસ ચાંદ બીબી, આઈએનએસ વિજયદુર્ગ, આઈએનએસ રાણા અને આઈએનએસ દિલ્હી સહિત અનેક જહાજોની કમાન સંભાળી છે. તેઓએ પશ્ચિમી ફ્લીટના સંચાલન અધિકારી તરીકે પણ કર્યું છે. આ ઉપરાંત ચીફ ઓફ સ્ટાફ, પૂર્વી નેવી કમાન, સ્ટાફના પ્રમુખ, અંડમાન અને નિકોબાર કમાન, ફ્લેગ ઓફિસર મહારાષ્ટ્ર અને ગુજરાત ક્ષેત્ર, નેવી હેડક્વાર્ટરમાં સંયુક્ત નિદેશક નેવી વાયુ કર્મચારી, નેવલ એર સ્ટેશન, મુંબઈના કેપ્ટન એર અને ઓફિસર-ચાર્જ રહ્યા છે.

  37 વર્ષોથી વધુની પોતાની કારકિર્દી દરમિયાન તેમને તેમની સેવા માટે અતિ વિશિષ્ટ સેવા પદક અને પરમ વિશિષ્ટ સેવા પદક (2018)થી સન્માનિત કરવામાં આવ્યા છે.
  Published by:Mrunal Bhojak
  First published: