VHPની ધર્મસભામાં ભૈયાજીએ કહ્યું- રામમંદિર પર ભાજપ પોતાનો સંકલ્પ પૂરો કરે
News18 Gujarati Updated: December 9, 2018, 2:45 PM IST

દિલ્હીના રામલીલા મેદાન પર વીએચપી કાર્યકર્તાઓનો મોટો મેળાવડો લાગ્યો છે.
વીએચપીના મહાસચિવ સુરેન્દ્ર જૈને કહ્યું કે જો કોઈ સ્થિતિમાં સંસદના શિયાળુ સત્રમાં બિલ ન લાવવામાં આવ્યું તો આગામી ધર્મ સંસદમાં આગળના પગલા વિશે નિર્ણય લેવાશે
- News18 Gujarati
- Last Updated: December 9, 2018, 2:45 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: સંસદનું શિયાળુ સત્ર શરૂ શરૂ થતાં પહેલા અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે બિલ રજૂ કરવાની માંગને લઈને વિશ્વ હિન્દુ પરિષદ રવિવારે વિશાળ રેલી આયોજિત કરી રહી છે. તેના માટે દેશભરમાંથી હજારો સંત રામલીલા મેદાનમાં એકત્ર થયા છે.
ધર્મસભામાં આરએસએસના સર કાર્યવાહ ભૈયાજી જોશી પણ સામેલ થયા. તેઓએ પોતાના ભાષણમાં કહ્યું કે, રામ મંદિર નિર્માણથી જ ભવિષ્યનું રામરાજ્ય નક્કી થશે. કોર્ટે પણ દેશની ભાવનાઓ સમજવી જોઈએ. દેશ રામરાજ્ય ઈચ્છે છે, ભાવનાઓનું સન્માન થાય. અમે ભીખ નથી માંગી રહ્યા. લોકોની ભાવનાઓનો સવાલ છે. કોર્ટનું સન્માન કરતાં રાહ જોઈ. કોર્ટની પ્રતિષ્ઠા કાયમ રહેવી જોઈએ. ભૈયાજીએ વધુમાં કહ્યું કે, ભાજપે રામ મંદિર પર પોતે કરેલો સંકલ્પ પૂરો કરે. 1992માં કામ અધૂરું રહી ગયું હતું.
વીએચપીએ આ બાબતે કહ્યું છે કે તેમને વિશ્વાસ છે કે સંસદના આગામી સત્ર દરમિયાન બિલ રજૂ કરવામાં આવશે જેનાથી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો રસ્તો સ્પષ્ટ થશે. વીએચપી પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું કે, રામલીલા મેદાનમાં ધર્મ સંસદને આરએસએસના કાર્યકારી પ્રમુખ સુરેશ ભૈયાજી જોશી સંબોધિત કરશે. આ વિશાળ રેલી થશે જે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે બિલ લાવવા સમર્થન નહીં કરનાર તમામ લોકોનું હૃદય પરિવર્તન કરી દેશે.આ પણ વાંચો, તેલંગાનામાં KCRને ભાજપની ઓફર- ઓવૈસીને છોડો, અમે સાથ આપવા તૈયાર
વીએચપીના મહાસચિવ સુરેન્દ્ર જૈને કહ્યું કે જો કોઈ સ્થિતિમાં સંસદના શિયાળુ સત્રમાં બિલ ન લાવવામાં આવ્યું તો ધર્મ સંસદમાં આગળના પગલા પર નિર્ણય લેવાશે. આયોજન આવતા વર્ષે 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ મહાકુંભની સાથે અલાહાબાદમાં થશે.
બંસલે કહ્યું કે વીએચપી અધ્યક્ષ વિષ્ણુ સદાશિવ કોકજે અને તેના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમાર પણ રેલીને સંબોધિત કરશે.

Loading...