'રામ મંદિર મુદ્દે 11 ડિસેમ્બર બાદ PM મોદી લેશે મોટો નિર્ણય'

પ્રતિકાત્મક તસવીર

11 ડિસેમ્બરે ચૂંટણી આચાર સંહિતા સમાપ્ત થયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાધુ-સંતો સાથે બેઠક કરશે

 • Share this:
  મોદી સરકાર પર રામ મંદિર નિર્માણને લઈ વધતા જતા દબાણ વચ્ચે ધર્મગુરૂ રામભદ્રાચાર્યએ દાવો કર્યો છે કે, 11 ડિસેમ્બર બાદ ઉચ્ચસ્તરીય બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી) તરફથી અયોધ્યામાં આયોજિત ધર્મ સભાને સંબોધિત કરતા રવિવારે તેમણે કહ્યું કે, 23 નવેમ્બરે કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ મંત્રી સાથે ચર્ચા થઈ છે. તેમણે આશ્વાસન આપ્યું છે કે, 11 ડિસેમ્બરે ચૂંટણી આચાર સંહિતા સમાપ્ત થયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાધુ-સંતો સાથે બેઠક કરશે અને રામ મંદિર નિર્માણને લઈ મોટો નિર્ણય લેવામાં આવશે.

  વીએચપી લીડરે કહ્યું છે કે, અમને પણ જણાવવામાં આવ્યું છે કે, અમારી સાથે દગો કરવામાં નહીં આવે. સંસદના શીતકાલીન સત્રમાં અધ્યાદેશ લાવવામાં આવશે, એવામાં આપણે ધીરજ રાખવી પડશે. ન્યાયાલય તરફથી અમને નિરાશા મળી છે. જનતાની અદાલત અમને દગો નહી આપે. કેન્દ્રીય મંત્રીનું નામ ન જણાવતા રામભદ્રાચાર્યએ કહ્યું છે કે, તેમણે મને નામ ન બતાવવાનું કહ્યું છે જેથી હું ન જણાવી શકુ. તેમણે કહ્યું કે, 11 ડિસેમ્બર બાદ પ્રધાનમંત્રી આ મુદ્દે બેઠક કરવાના છે.

  ધર્મગુરૂ અનુસાર, તેમને મંત્રીએ કહ્યું છે કે આ બેઠકમાં જ નિર્ણય લેવામાં આવશે, જેથી રામ મંદિરના નિર્માણની ટુંક સમયમાં રાહ ખુલશે. તમને જણાવી દઈએ કે, શિવસેના, વીએચપી જ નહી પરંતુ રવીવારે નાગપુરમાં આયોજિત હુંકાર સભામાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે પણ મંદિર નિર્માણને લઈ દેશવ્યાપી આંદોલન શરૂ કરવાની વાત કરી છે. એવામાં સરકાર પર દબાણ વધતુ જાય છે. ભાગવતે કહ્યું કે, આ લડાઈ નથી, પરંતુ મંદિર તો બનવું જ જોઈએ.

  રવિવારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ. વીએચપી અને શિવસેના અયોધ્યા, નાગપુર જ નહી બેંગ્લોરમાં પમ કાર્યક્રમોનું આયોજન કરી ટુંક સમયમાં રામ મંદિર માટે સમર્થન ભેગુ કરવાની કોશિસ કરસે. તેમનો ઈરાદો મંદિર માટે સરકાર પર દબાણ વદારવાનો હતો, જ્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે. અયોધ્યામાં કાર્યક્રમને લઈ મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ ગોઠવી દેવામાં આવ્યા હતા. આ પહેલા 29 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમી-બાબરી મસ્જીદ ટાઈટલ સૂટની સુનાવણી જાન્યુઆરી 2019 સુધી ટાળી દીધી હતી.
  Published by:kiran mehta
  First published: