રામ મંદિર: VHPએ પીએમને મળવાનો સમય માંગ્યો, કહ્યું- હિન્દુ વધુ રાહ નહીં જોઈ શકે

News18 Gujarati
Updated: January 2, 2019, 1:48 PM IST
રામ મંદિર: VHPએ પીએમને મળવાનો સમય માંગ્યો, કહ્યું- હિન્દુ વધુ રાહ નહીં જોઈ શકે
VHPના કાર્યાધ્યક્ષ આલોક કુમાર (ફાઇલ ફોટો)

હિન્દુ સમાજ અનંતકાળ સુધી મંદિર બનવાની રાહ નહીં જોઈ શકે- વિશ્વ હિન્દુ પરિષદ

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: નવા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને આપેલા ઈન્ટરવ્યૂમાં રામ મંદિર નિર્માણને લઈ પોતાની વાત રજૂ કરી. વડાપ્રધાને સ્પષ્ટ શબ્દોમાં રામ મંદિર પર વટહુકમના મુદ્દે કહ્યું કે, રામ મંદિર મામલામાં કાયદાકિય પ્રક્રિયા પૂરી થઈ જશે, ત્યારબાદ જ ઠરાવ વિશે વિચાર કરી શકાય છે. પીએમ મોદીના આ નિવેદન બાદ વિશ્વ હિન્દુ પરિષદે (વીએચપી) પ્રેસ કોન્ફરન્સ કરી વહેલામાં વહેલી તકે વટહુકમ લાવવાની માંગ કરી છે.

વીએચપીએ કહ્યું કે, રામ મંદિર પર સુનાવણી હજુ હજારો માઇલ દૂર છે. સુપ્રીમ કોર્ટમાં હજુ જજોની બેંચ પણ નથી બની. એવામં સંસદમાં કાયદો બનાવીને મંદિરનો સસ્તો સાફ કરવો જોઈએ. રામ મંદિર પર આજે જ કાયદો બનવો જોઈએ. આ મામલો 69 વર્ષથી ફસાયેલો છે. હિન્દુ અનંતકાળ સુધી મંદિર બનવાની રાહ નહીં જોઈ શકે.

 વીએચપીએ પીએમ મોદીને મળવાનો પણ સમય માંગ્યો છે. સાથે જ કહ્યું છે કે રામ મંદિર પર 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજમાં કુંભના અવસરે ધર્મસંસદ થશે. સંત નિર્ણય કરશે કે આગળ શું કરવું છે. હિન્દુ વધુ રાહ નથી જોઈ શકે.આ પણ વાંચો, રામ મંદિરના નિર્માણને લઈ પીએમ મોદીના નિવેદન પર સંઘે કરી આ વાત

પીએમે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં આ મામલો થોડો ધીમો છે, કારણ કે કોંગ્રેસના વકીલ ખલેલ ઊભી કરી રહ્યા છે. ભાજપના ઘોષણાપત્રમાં પણ કહેવામાં આવ્યું છે કે આ મુદ્દાનો ઉકેલ બંધારણના દાયરામાં રહીને જ શોધી શકાશે. કોર્ટ પ્રક્રિયા ખતમ થવી જોઈએ. જ્યારે તે ખતમ થઈ જશે, ત્યારબાદ સરકાર તરીકે અમારી જે જવાબદારી હશે, તે દિશામાં તમામ પ્રયાસો કરીશું.
First published: January 2, 2019, 1:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading