વર્ચ્યુઅલ ગ્લોબલ ઇન્વેસ્ટર રાઉન્ડટેબલ : વાંચો PM મોદીના ભાષણની 5 મોટી વાતો

વર્ચ્યુઅલ ગ્લોબલ ઇન્વેસ્ટર રાઉન્ડટેબલ : વાંચો PM મોદીના ભાષણની 5 મોટી વાતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે વૈશ્વિક નિવેશકો સાથે વર્ચ્યુઅલ ગ્લોબલ ઇન્વેસ્ટર રાઉન્ડટેબલને સંબોધિત કર્યું

  • Share this:
    નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ગુરુવારે વૈશ્વિક નિવેશકો સાથે વર્ચ્યુઅલ ગ્લોબલ ઇન્વેસ્ટર રાઉન્ડટેબલ (VGIR - Virutal Golbal Investor Roundtable)ને સંબોધિત કર્યું હતું. આ બેઠક વિત્ત મંત્રાલય (Ministry of Finance)અને નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (National Investment and Infrastructure Fund) દ્વારા આયોજીત કરવામાં આવી હતી. આ પ્રસંગે મોદીએ ઘણી વાતો કહી હતી. આવો તમને જણાવીએ તેમના ભાષણની 5 મોટી વાત.

    1. ભારત જલ્દી એગ્રીકલ્ચર એક્સપોર્ટ હબ બનીને ઉભરશે - પીએમ મોદીએ કૃષિ ક્ષેત્રમાં હાલમાં આવેલા સુધારાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે કૃષિ ક્ષેત્રમાં સુધારાએ ખેડૂતો સાથે ભાગીદારીની નવી સંભાવનાને ખોલી છે અને ભારત જલ્દી કૃષિ નિર્યાતના મોટા કેન્દ્રના રુપમાં ઉભરશે. ભારતને વૈશ્વિક આર્થિક પુનરુદ્ધારનું એન્જીન બનાવવા માટે જે પણ કરવું પડશે તે કરવામાં આવશે.

    2. મહામારીમાં દુનિયાએ જોઈ ભારતની તાકાત - વીડિયો કોન્ફરન્સ દ્વારા થયેલી વર્ચ્યુઅલ ગ્લોબલ ઇન્વેસ્ટર રાઉન્ડટેબલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ વર્ષે ભારતે બહાદુરથી વૈશ્વિક મહામારી કોવિડ-19નો મુકાબલો કર્યો છે. દુનિયાએ ભારતના રાષ્ટ્રીય ચરિત્રને જોયું છે. આ દરમિયાન ભારતની અસલી તાકાત પણ જોવા મળી હતી.

    આ પણ વાંચો - GPSC Class 1 & 2 સહિત વિવિધ વિભાગો માટે કુલ 1203 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

    3. ભારતને આત્મનિર્ભર બનાવવું ફક્ત વિચાર નહીં પણ વિચારેલી આર્થિક રણનિતી - વર્ચ્યુઅલ ગ્લોબલ ઇન્વેસ્ટર રાઉન્ડટેબલમાં પીએમ મોદીએ કહ્યું કે ભારતને આત્મનિર્ભર બનાવવું ફક્ત વિચાર નહીં પણ વિચારે કરેલી આર્થિક રણનિતી છે.

    4. લોંગ ટર્મ રોકાણ માટે ભારત સૌથી શાનદાર સ્થાન - દેશમાં સ્ટ્રક્ચર પરિયોજનાઓમાં વૈશ્વિક રોકાણકારોને આકર્ષિત કરતા પીએમ મોદીએ કહ્યું કે ભારત દીર્ઘકાલિન રોકાણ માટે સૌથી શાનદાર સ્થાન છે. ભારત કોર્પોરેટર કરમાં સૌથી ઓછા દર વાળા દેશમાંથી એક છે.

    5. બજારમાં વિવિધતા ઓફર - પીએમે કહ્યું કે ભારત લોકતંત્ર, જનસંખ્યા અને માંગની સાથે વિવિધતાની ઓફર કરે છે. અમારી વિવિધતા એ પ્રકારની છે કે તમને એક જ બજારમાં વિવિધ બજાર મળી જાય છે. આ બજાર અલગ અલગ આકારના અને વિભિન્ન પસંદ છે. આ બજાર અલગ અલગ મોસમ અને વિકાસના વિભિન્ન સ્તરો વાળા છે.
    Published by:Ashish Goyal
    First published: