તેલંગાનાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ (KCR)ના સત્તાવાર નિવાસસ્થાન પ્રગતિ ભવનના એક પાળેલા શ્વાન (Dog)નું મોત થતાં હૈદરાબાદ પોલીસે એક પશુ ચિકિત્સક (Veterinarian)ની વિરુદ્ધ કેસ નોંધ્યો છે. ડૉક્ટર પર બેદરકારી રાખવાનો આરોપ છે.
ડૉક્ટર રંજીત અને એક ખાનગી પશુ ચિકિત્સાલયના પ્રભારીની વિરુદ્ધ શનિવારે બંજારા હિલ્સ પોલીસ સ્ટેશમાં મામલો નોંધવામાં આવ્યો છે. પોલીસે તેમની વિરુદ્ધ આઈપીસીની કલમ 429 અને પશુ ક્રૂરતા વિરુદ્ધની કલમ 11(4) હેઠળ કેસ નોંધ્યો છે.
હસ્કી નામના 11 મહિનાનો શ્વાન 11 સપ્ટેમ્બરે કથિત રીતે ડૉક્ટરે ઇન્જેક્શન આપ્યા બાદ મરી ગયો. પ્રગતિ ભવનમાં પાળેલા શ્વાનની દેખભાઈ કરનારા આસિફ અલી ખાનની ફરિયાદ પર પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી છે.
શું છે મામલો?
મૂળે, 11 મહિનાના હસ્કી નામના એક શ્વાનનું બુધવારે એનિમલ કેર ક્લિનિકમાં તાવ અને શ્વાસ ફુલવાના કારણે મોત થઈ ગયું. ત્યારબાદ મુખ્યમંત્રી કેસીઆરના નિવાસ પ્રગતિ ભવનમાં પાળેલા શ્વાનની દેખભાળ કરતાં આસિફ અલી ખાનની ફરિયાદ પર પોલીસે હસ્કીની સારવાર કરનારા પશુ ચિકિત્સકોની વિરુદ્ધ કેસ નોંધી તપાસ હાથ કરી છે.
આરોપ છે કે, ડૉક્ટર અને ચિકિત્સાલયના પ્રભારીની બેદરકારીના કારણે શ્વાનનું મોત થયું છે.