અમૃતા ફડણવીસ અને શિવસેના વચ્ચેના શાબ્દિક યુદ્ધથી Axis Bank હજારો ગ્રાહકો ગુમાવશે!

પ્રિયંકા ચતુર્વેદી, અમૃતા ફડણવીસ (ફાઇલ તસવીર)

આ પહેલા એવા રિપોર્ટ સામે આવ્યા હતા કે ઉદ્ધવ ઠાકરે સરકારે મહારાષ્ટ્ર પોલીસકર્મીઓના બેંક ખાતાઓ Axis બૅંકમાંથી જાહેર ક્ષેત્રની બેંકમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય કર્યો છે.

 • Share this:
  થાણે : શિવસેના શાસિત થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાના કર્મચારીઓના બેંક ખાતાઓને Axis Bankમાંથી એક રાષ્ટ્રીયકૃત બેંકમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે. તાજેતરમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ અને શિવસેનાના પ્રિયંકા ચતુર્વેદી વચ્ચે થયેલા 'ટ્વિટર યુદ્ધ' બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અમૃતા ફડણવીસ Axis બૅંકમાં સીનિયર પદ પર બિરાજમાન છે. થાણેના મેયર નરેશ મહસ્કેએ ગુરુવારે બેઠક દરમિયાન બેંક ખાતાઓ ટ્રાન્સફર કરવાની જાહેરાત કરી હતી.

  આ પહેલા એવા રિપોર્ટ સામે આવ્યા હતા કે ઉદ્ધવ ઠાકરે સરકારે મહારાષ્ટ્ર પોલીસકર્મીઓના બેંક ખાતાઓ Axis બૅંકમાંથી જાહેર ક્ષેત્રની બેંકમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય કર્યો છે. એક્સિસ બેંકમાં પોલીસકર્મીઓના ખાતામાં વર્ષે 11 હજાર કરોડની લેવડદેવડ થાય છે.

  નોંધનીય છે કે અમૃતા ફડણવીસ અને શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદી વચ્ચે ટ્વિટર યુદ્ધની મહારાષ્ટ્રના રાજકારણમાં આજકાલ ખૂબ ચર્ચા થઈ રહી છે. આની શરૂઆત અમૃતા ફડણવીસના ટ્વિટથી થઈ હતી. જેમાં અમૃતાએ પોતાના પતિ દેવેન્દ્ર ફડણવીસે કૉંગ્રેસના રાહુલ ગાંધીના "મારું નામ રાહુલ સાવરકર નથી" વાળા નિવેદન પર કરેલા ટ્વિટને ટેગ કરીને લખ્યું હતું કે, નામ પાછળ ઠાકરે સરનેમ લગાવવાથી કોઈ 'ઠાકરે' નથી બની જતું.

  નોંધનીય છે કે ગત અઠવાડિયે અમૃતા ફડણવીસે મહારાષ્ટ્રના વર્તમાન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કરતા પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું હતું કે, 'ફક્ત નામ પાછળ ઠાકરે લગાવવાથી કોઈ 'ઠાકરે' નથી બની જતું.'

  આ અંગે પ્રિયંકા ચતુર્વેદીએ પલટવાર કરતા ટ્વિટર પર લખ્યું હતું કે, ''હા, ઠાકરે પોતાના નામ પર ખરા ઉતરી રહ્યા છે પરંતુ હંમેશાની જેમ તમે આની નોંધ નથી લીધી. તેમણે પોતાના વચનો પૂરા કર્યાં. પોતાના લોકોના કલ્યાણ માટે કામ કર્યા છે. તેમણે મહિનામાં જ ખેડૂતોના દેવા માફ કર્યાં છે. 10 રૂપિયા ભોજનની સેવા શરૂ કરી છે."

  એટલું જ નહીં શિવસેના કોર્પોરેટર અમે ઘોલેએ અમૃતા ફડણવીસની સરખામણી આનંદીબાઈ સાથે કરી હતી. આનંદીબાય મહારાષ્ટ્રના ઇતિહાસમાં પોતાના જ 17 વર્ષના ભત્રીજાની હત્યાનું કાવતરું રચવા માટે પંકાયેલા છે. આ સમયે તેના પતિ કારભાળ સંભાળી રહ્યા હતા અને ભત્રીજાના મોત બાદ તેમને ગાદી મળવાની હતી.

  આ અંગે જવાબ આપતા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યુ હતુ કે, અમુક રાજકીય કાર્યકરો તેમની પત્નીને ટ્રોલ કરવા માટે નીચલી પાયરી પર ઉતરી ગયા છે.

  નોંધનીય છે કે મહિનાની શરૂઆતમાં પણ અમૃતા ફડણવીસ અને પ્રિયંકા ચતુર્વેદી વચ્ચે બાલ ઠાકરે મેમોરિયલ બનાવવા માટે ઔરંગાબાદમાં 1000 ઝાડ કાપવાની મહારાષ્ટ્ર સરકારની યોજના અંગે ટ્વિટર પર શાબ્દિક યુદ્ધ છેડાયું હતું.
  Published by:Vinod Zankhaliya
  First published: