કોરોના મહામારીમાં દેહ વેપાર બન્યો અંતિમ સહારો, મહિલાઓ 75 રૂપિયામાં વેશ્યાવૃત્તિ કરવા મજબૂર

News18 Gujarati
Updated: August 6, 2020, 5:31 PM IST
કોરોના મહામારીમાં દેહ વેપાર બન્યો અંતિમ સહારો, મહિલાઓ 75 રૂપિયામાં વેશ્યાવૃત્તિ કરવા મજબૂર
શરણાર્થી મહિલાઓની હાલત કફોડી.

બે વર્ષ પહેલા તેમને વેશ્યવૃત્તિ માટે 9 ડૉલર (675) રૂપિયા મળતા હતા. પરંતુ કોરોનાના સંકટને પગલે તેમણે હવે ફક્ત એક ડૉલરમાં વેશ્યાવૃત્તિ કરવી પડે છે.

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસની મહામારીએ અનેક લોકોની જિંદગી બરબાદ કરી નાખી છે. કેમ પણ કરીને બે છેડા ભેગા કરતા લોકો માટે તો આ મહામારી ત્રાસથી ઓછી નથી. હાલત એવી છે કે પરિવારનું ગુજરાત ચલાવવા માટે મહિલાઓ દેહ વેપાર કરવા મજબૂર છે. હકીકતમાં દક્ષિણ અમેરિકાના વેનેઝુએલામાં શરણાર્થી મહિલાઓ મંદી અને કોરોના એમ બેવડો માર સહન કરી રહી છે. મોટાભાગના લોકો કોરોનાને કારણે ઘરમાં બંધ છે. આથી મહિલાઓએ ઘર ચલાવવા માટે સેક્સનો સહારો લેવો પડી રહ્યો છે.

The Guardianના એક રિપોર્ટ પ્રમાણે 30 વર્ષીય લુઇસા હર્નાંડેઝ છ બાળકોની માતા છે. લુઇસાએ જણાવ્યું કે, "મારા ઘરમાં ખાવા માટે કંઈ જ નથી. હું મારા બાળકોને ભૂખ્યા નથી જોઈ શકતી. પેટનો ખાડો પુરવા માટે અમે રસ્તામાં પડેલો ખોરાક પણ ઉઠાવીને ખાતા હતા. કોરોના મહામારીને કારણે અમે અંધારામાં ફસાયા છીએ."વેનેઝુએલા હાલ મોટા આર્થિક સંકટમાંથી પાર થઈ રહ્યું છે. બેરોજગારી, તબાહી અને ખરાબ સ્વાસ્થ્ય સેવાને કારણે લાખો લોકો દેશ છોડીને ભાગી રહ્યા છે. સૌથી વધારે અસુરક્ષિત અહીંની શરણાર્થી મહિલાઓ છે. આ મહિલાઓએ પરિવારનું ગુજરાન ચલાવવા માટે દેહ વેપાર કરવા માટે મજબૂર બની છે.1 ડૉલર માટે વેશ્યાવૃત્તિ કરવા મજૂબર

સેક્સ વર્કર રહેલી કરીના બ્રાવો કહે છે કે, "કોરોના મહામારીને કારણે સેક્સ વર્કર્સની હાલત ચિંતાજનક બની છે. ક્વૉરન્ટીનને પગલે એટલા પૈસા પણ નથી મળતા કે પરિવારનું પેટ ભરી શકીએ." તેણીએ કહ્યું કે મોટાભાગની શરણાર્થી મહિલાઓ પોતાના ઘરે પૈસા મોકલે છે. બે વર્ષ પહેલા તેમને વેશ્યવૃત્તિ માટે 9 ડૉલર (675) રૂપિયા મળતા હતા. પરંતુ કોરોનાના સંકટને પગલે તેમણે હવે ફક્ત એક ડૉલરમાં વેશ્યાવૃત્તિ કરવી પડે છે. મહિલાઓને ગ્રાહકો શોધવા માટે મોકલાઈ રહી છે.

વીડિયોમાં જુઓ : અમદાવાદ આગ મામલે તપાસનો ધમધમાટ

ઇક્વાડોરના કેર ઇન્ટરનેશનલ એનજીઓના ડિરેક્ટર એલેક્ઝેન્ડ્રા મોનકાડા કહે છે કે, મહામારીને પગલે એકલા ઇક્વાડોરમાંથી દરરોજ 400 લોકો દેશ છોડીને ભાગી રહ્યા છે. મકાનનું ભાડું ન ચૂકવી શકતા લોકો રસ્તા પર સૂવા માટે મજબૂર છે. જ્યારે વેનેઝુએલાની શરણાર્થી મહિલાઓને સેક્સ વર્ક માટે મજબૂર કરવામાં આવી રહી છે. અમુક સેક્સ વર્કર્સનું કહેવું છે કે અહીં તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. નોંધનીય છે કે ઇક્વાડોરમાં એપ્રિલ મહિનાથી ક્વૉરન્ટીન અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. પરંતુ મે મહિનામાં વેનેઝુએલાના રેડ લાઇટ વિસ્તારની છોકરીઓ અને મહિલાઓને બહાર નીકળીને ગ્રાહકો શોધવાનું કહેવામાં આવ્યું છે.
Published by: Vinod Zankhaliya
First published: August 6, 2020, 5:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading