પૂર્વ સૈન્ય પ્રમુખનો ખુલાસો : કારગીલ યુદ્ધમાં 30 વર્ષ જૂનો દારૂગોળો મોકલાયો હતો

News18 Gujarati
Updated: December 14, 2019, 3:30 PM IST
પૂર્વ સૈન્ય પ્રમુખનો ખુલાસો : કારગીલ યુદ્ધમાં 30 વર્ષ જૂનો દારૂગોળો મોકલાયો હતો
કારગીલ યુદ્ધ મામલે ખુલાસો.

પૂર્વ જનરલ મલિકે કહ્યું કે, જ્યાં સુધી ભારત આત્મનિર્ભર નહીં બને ત્યાં સુધી સૈનિકો અસુરક્ષિત રહેશે.

  • Share this:
ચંદીગઢ : વર્ષ 1999માં કારગિલ યુદ્ધમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના લશ્કરને ઝડબાતોડ જવાબ આપ્યો હતો, આ વાતને આજે પણ યાદ કરવામાં આવે છે. કારગીલ યુદ્ધના 20 વર્ષ પછી આ યુદ્ધ સાથે જોડાયેલા મહત્વના ખુલાસા થતા રહે છે. આ યુદ્ધ સાથે જોડાયેલી વધુ એક ખુલાસો તત્કાલિન સેના પ્રમુખ વીપી મલિકે કર્યો છે. જનરલ મલિકે દાવો કર્યો છે કે કારગિલ યુદ્ધમાં ભારતે વિદેશમાંથી દારુગોળો અને હથિયારો મંગાવવા પડ્યાં હતાં. એ દિવસોમાં જે પણ દેશોએ ભારત તરફ મદદનો હાથ લંબાવ્યો હતો તેમણે ભારતને દગો આપ્યો હતો. આ દેશોએ મદદ કરવાને બદલે બજાર ભાવથી ખૂબ વધારે ભાવ લીધા હતા અને ભારતને વર્ષો જૂનો દારૂગોળો અને સેટેલાઇટ તસવીરો આપી હતી.

ચંદીગઢ ખાતે ત્રીજા મિલિટરી લિટરેચર ફેસ્ટમાં બોલતા વીપી મલિકે કહ્યું કે, વર્ષ 1999માં એલઓસી પર લડવામાં આવેલા કારગિલ યુદ્ધ દરમિયાન સૈના માટે જૂનો દારૂગોળો મોકલી દેવામાં આવ્યો હતો. આ કારણે દુશ્મનના સૈન્ય સામે લડવામાં ખૂબ જ તકલીફ પડી હતી. જે બાદમાં સેનાએ નક્કી કર્યું હતું કે આખા યુદ્ધમાં આ દારૂગોળાનો ઉપયોગ નહીં કરે.

નોંધનીય છે કે કારગિલ યુદ્ધ પહેલા દેશે સૈન્ય માટે '130 એમએમ ખીંચા ફીલ્ડ ગન'માટે દારૂગોળો બહારથી મંગાવ્યો હતો. દારૂગોળા આવ્યા બાદ માલુમ પડ્યું હતું કે તે ખૂબ જૂનો છે, તેમજ તે લગભગ 70ના દાયકાનો છે. એટલું જ નહીં યુદ્ધ શરૂ થયા બાદ આ જ દારૂગોળો સૈન્યને આપવામાં આવ્યો હતો. આ વાતનો જાણકારી જ્યારે સૈન્યના જવાનોને થઈ હતી ત્યારે તેમણે હથિયારોનો ઉપયોગ કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

જનરલ મલિકે કહ્યું કે, જ્યાં સુધી ભારત આત્મનિર્ભર નહીં બને ત્યાં સુધી સૈનિકો અસુરક્ષિત રહેશે. તેમણે કહ્યું, આજના સમયમાં ટેક્નોલોજી સતત બદલાઈ રહી છે. તકલીફ એ છે કે જ્યાં સુધી આ ટેક્નોલોજી આપણા સૈનિકો પાસે પહોંચે છે ત્યાં સુધી તે જૂની થઈ જાય છે.
First published: December 14, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading