એક કરોડ લોકોને નોકરી આપવા સરકારે બનાવી છે આવી યોજના

પ્રતિકાત્મક તસવીર

 • Share this:
  કેન્દ્ર સરકારે એક કરોડ લોકોને રોજગાર આપવા માટે ખાસ સ્કિમ તૈયાર કરી છે. જેમાં લોકોને ખાસ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવશે, આ યોજના આવતા મહિનાથી લાગુ થઇ શકે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આવનારા સમયમાં ઇલેક્ટ્રિક વાહનોની સૌથી વધુ ડિમાન્ડ રહશે. આથી તેની સારસંભાળ અને ઓપરેટ કરવા માટે કુશળ લોકોની જરૂર પડશે, આ સેક્ટરમાં ફોકશ કરવાનું શરૂ કર્યું છે.

  શું છે આ નવી યોજના

  સરકાર આ યોજના અંતર્ગત એક કોર્સની શરૂઆત કરવાનું વિચારી રહી છે, આ કોર્સમાં લોકોને સ્કિલ ડેવલપમેન્ટ હેઠળ તૈયાર કરવામાં આવશે. જેમાં ઇલેક્ટ્રિક વાહનોની ડિઝાઇન, બેટરી, મેનેજમેન્ટ, વેચાણ, સર્વિસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે શીખવવામાં આવશે.

  અહીં ક્લિક કરી વાંચોઃ દુનિયાની 10 સૌથી ખતરનાક કમાન્ડોની ટીમ, દુશ્મનનો થર થર કાંપે

  કેન્દ્ર સરકારે 2013માં રાષ્ટ્રીય ઇલેક્ટ્રિક મોબિલિટી મિશન પ્લાન લોન્ચ કર્યો હતો, આ પ્લાન પ્રમાણે વર્ષ 2020 સુધીમાં સાત લાખ ઇલેક્ટ્રિક વાહનોને બજારમાં ઉતારવાનું લક્ષ્ય છે.

  સરકાર 2030 સુધીમાં 30 ટકા ગાડી ઇલેક્ટ્રિક વાહનો તરીકે ચલાવવા ઇચ્છે છે, આ પ્લાનથી આશા છે કે 6.5 કરોડ લોકોની ઓટો સેક્ટરમાં જરૂર પડશે.

  ઓટોમેટિવ સ્કિલ ડેવલપમેન્ટ કાઉન્સિલના સીઇઓ અરિંદમ લાહિડીના જણાવ્યા પ્રમાણે પુણેના ઓટોમેટિવ રિસર્ચ એસોશિએશન ઓફ ઇન્ડિયાને તેના સ્ટાન્ડર્ડ બનાવવાની જવાબદારી આપવામાં આવી છે. જેનો ડ્રાફ્ટ પણ તૈયાર થઇ ગયો છે. જે જુનમાં જાહેર કરવામાં આવશે. આ કોર્સની માહિતી સેન્ટ્રલ સ્ટાફ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ઇન્ટિટ્યૂટ તૈયાર કરી રહ્યું છે. આ કોર્સથી સુપરવાઇઝર, ટેક્નિશિયન અને હેલ્પર તૈયાર કરવામાં આવશે.
  Published by:Sanjay Vaghela
  First published: