Home /News /national-international /Vehicle Fitness Test Rule : વાહન પ્રદૂષણ નિયંત્રણ માટે સરકાર લાવી નવો નિયમ, જાણો નહીં તો થશે મુશ્કેલી
Vehicle Fitness Test Rule : વાહન પ્રદૂષણ નિયંત્રણ માટે સરકાર લાવી નવો નિયમ, જાણો નહીં તો થશે મુશ્કેલી
વાહન પ્રદૂષણ નિયંત્રણ માટે સરકાર લાવી નવો નિયમ, જાણો નહીં તો થશે મુશ્કેલી
આ નિયમ હેઠળ 8 વર્ષ જૂના વાહનોને બે વર્ષ માટે ફિટનેસ સર્ટિફિકેટ (Vehicle fittness Certificate) આપવામાં આવશે. આ ઉપરાંત 8 વર્ષથી જૂના વાહનોને માત્ર એક વર્ષનું પ્રમાણપત્ર આપવામાં આવશે.
કેન્દ્ર સરકારે (Central Government) ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન્સ (ATS) દ્વારા વાહનોની ફિટનેસ ટેસ્ટ (Vehicle fitness test) કરવાનું ફરજિયાત બનાવ્યું છે. એપ્રિલ 2023 થી તબક્કાવાર રીતે તેનો અમલ કરવામાં આવશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે (Road and Transport Ministry) ગુરુવારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે 1 એપ્રિલ, 2023 થી, ATS દ્વારા ભારે માલસામાન વાહનો અને ભારે પેસેન્જર મોટર વાહનો માટે ફિટનેસ ટેસ્ટ ફરજિયાત રહેશે.
મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે મધ્યમ કદના માલવાહક વાહનો અથવા મધ્યમ પેસેન્જર મોટર વાહનો અને હળવા મોટર વાહનો (પરિવહન) માટે આ નિયમ 1 જૂન, 2024થી લાગુ કરવામાં આવશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, વાહનની ફિટનેસ ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશનોથી તપાસવામાં આવે છે. આ સ્ટેશનોમાં, યાંત્રિક સાધનોનો ઉપયોગ વિવિધ મહત્વપૂર્ણ પરીક્ષણો માટે સ્વયંસંચાલિત રીતે કરવામાં આવે છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે, "સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ, 1989ની જોગવાઈ 175 મુજબ, વાહનોની ફરજિયાત ફિટનેસ ટેસ્ટ ફક્ત રજિસ્ટર્ડ ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશનો પર જ થઈ શકે છે." આ અંગે 5મી એપ્રિલ 2022ના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
ફિટનેસ સર્ટિફિકેટ એક કે બે વર્ષ માટે ઉપલબ્ધ રહેશે
અગાઉ મંત્રાલયે 30 દિવસનું ડ્રાફ્ટ નોટિફિકેશન આપ્યું હતું. જેમાં લોકોને વાંધા કે સૂચનો આપવા જણાવાયું હતું. આ નિયમ હેઠળ 8 વર્ષ જૂના વાહનોને બે વર્ષ માટે ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવશે. આ ઉપરાંત 8 વર્ષથી જૂના વાહનોને માત્ર એક વર્ષનું પ્રમાણપત્ર આપવામાં આવશે.
નીતિન ગડકરી (Nitin Gadkari) હાઇડ્રોજન કારમાં (Hydrogen Car) આવ્યા હતા
દેશમાં વધી રહેલા પ્રદૂષણને ઘટાડવા અને પેટ્રોલ અને ડીઝલ પરની નિર્ભરતા ઘટાડવાના પ્રયાસો ચાલુ છે. આ માટે સરકાર દરેક સ્તરે પ્રયાસો કરી રહી છે. થોડા દિવસો પહેલા જ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ હાઈડ્રોજન કાર ચલાવવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. ગડકરી પોતે આ કારનો ઉપયોગ કરી રહ્યા છે અને તેઓ થોડા દિવસ પહેલા સંસદ ભવન પણ પહોંચ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર