Home /News /national-international /135 વર્ષ જૂના મંદિરને 8 કરોડની કરન્સી નોટ અને સોનાથી શણગારીને સુશોભિત કરાયું

135 વર્ષ જૂના મંદિરને 8 કરોડની કરન્સી નોટ અને સોનાથી શણગારીને સુશોભિત કરાયું

કરન્સી નોટ અને ગોલ્ડથી મંદિરનું સુશોભન

આંધ્રપ્રદેશમાં દેવી વાસવી કન્યાકા પરમેશ્વરી માતાનું મંદિર 135 વર્ષ જૂનું છે. આ મંદિર કરન્સી નોટો અને સોનાથી શણગારવામાં આવ્યું છે.

    વિશાખાપટ્ટનમ: સમગ્ર ભારતમાં ધામધૂમથી નવરાત્રી ઊજવવામાં આવી રહી છે. ખૂબ જ સુંદરતાથી માતા દુર્ગાના પંડાલ શણગારવામાં આવ્યા છે. આંધ્રપ્રદેશમાં એક મંદિર ખૂબ જ અલગ રીતે શણગારવામાં આવતા આ મંદિરે લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું છે. દેવી વાસવી કન્યાકા પરમેશ્વરી માતાનું મંદિર 135 વર્ષ જૂનું છે. આ મંદિર કરન્સી નોટો અને સોનાથી શણગારવામાં આવ્યું છે. આ મંદિરની વાસ્તુકલા ખૂબ જ પ્રભાવશાળી છે. નવરાત્રી દરમિયાન આ મંદિર ખૂબ જ અલગ રીતે શણગારવામાં આવ્યું છે. મંદિરના અધિકારીઓએ દેવીને 8 કરોડ રૂપિયાના ધન અને સોનાના ઘરેણાથી શણગાર્યા છે. જેમાં 6 કિલો સોનું, 3 કિલો ચાંદી અને 6 કરોડ રૂપિયાની કરન્સી શામેલ છે. દેવીની સાથે સાથે મંદિરને પણ કરન્સી નોટો અને સોના ચાંદીથી સુશોભિત કરવામાં આવ્યા છે. ઝાડ અને છત પર પણ નોટોના બંડલ લગાવવામાં આવ્યા છે.



    મહાલક્ષ્મીના અવતારના દર્શન માટે ઉમટી ભક્તોની ભીડ

    શુક્રવારે દેવી મહાલક્ષ્મીના અવતારના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. મંદિર લગભગ બે દાયકાથી દશેરા દરમિયાન દેવીને સોના અને રોકડથી શણગારવાની પરંપરાનું પાલન કરે છે. India.com અનુસાર આ પરંપરાની શરૂઆત થઈ ત્યારે મંદિરને 11 લાખ રૂપિયાથી શણગારીને સુશોભિત કરવામાં આવ્યું હતું. દર વર્ષે આ રકમમાં વધારો કરવામાં આવી રહ્યો છે. મંદિરના અધિકારીઓએ જણાવ્યું છે કે, પૈસા અને સોનુ ભક્તો તરફથી આપવામાં આવે છે. પૂજા અર્ચના બાદ ભક્તોને સોનુ અને પૈસા પરત આપી દેવામાં આવે છે. જેમાંથી એક પણ રૂપિયો મંદિરની ટ્રસ્ટમાં જમા કરવામાં નહીં આવે.

    આ પણ વાંચો: ઈસ્લામિક રાષ્ટ્રમાં ભવ્ય રામમંદિર! હિન્દુઓને મળી દશેરાની ગિફ્ટ, VIDEO જોઈને અભિભૂત થઈ જશો

    અધિકારીએ જણાવ્યું કે, સવારે વિશેષ પ્રાર્થના બાદ મંદિરમાં અને દેવીને વિશેષ શણાગાર કરવામાં આવ્યો હતો. આ પરંપરા ઘણા વર્ષોથી ચાલી આવે છે. ભક્તો માને છે કે, દેવીને આપવામાં આવેલ સોના અને રોકડનો પ્રસાદ તેમના માટે ભાગ્યશાળી સાબિત થશે.



    સમગ્ર ભારતમાં શારદીય નવરાત્રી અને દશેરાનો વૈભવ જોવા મળી રહ્યો છે. આ તહેવાર નવ રાત સુધી ચાલે છે. આ તહેવાર આ વર્ષે 26 સપ્ટેમ્બરના રોજ શરૂ થયો છે, જે 5 ઓક્ટોબરના રોજ પૂર્ણ થશે. હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, નવરાત્રી સમયે માતા દુર્ગા સાંસારિક નિવાસમાં આવે છે અને ભક્તો પૂજા અર્ચના કરીને તેમના આશીર્વાદ મેળવે છે
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Andhra Pradesh, Dharma, Religion

    विज्ञापन
    विज्ञापन