Home /News /national-international /

ત્રિપલ આપઘાતની કહાનીનો દર્દનાક ખુલાસો : માતા-પુત્રીએ આત્મહત્યા પહેલા ઘરને કેમ ગેસ ચેમ્બર બનાવી દીધુ?

ત્રિપલ આપઘાતની કહાનીનો દર્દનાક ખુલાસો : માતા-પુત્રીએ આત્મહત્યા પહેલા ઘરને કેમ ગેસ ચેમ્બર બનાવી દીધુ?

વસંત વિહાર આપઘાત કેસ

દિલ્હી (Delhi) ના વસંત વિહાર (Vasant Vihar Suicide) ફ્લેટ નંબર 207ની ભયાનક કહાની, તે પહેલા તસવીરોમાં જુઓ કે કેવી રીતે ઘરની બહાર એક્ઝોસ્ટ ફેન માટે બનાવેલા હોલને પોલિથીનથી ઢાંકી દીધો હતો, પછી બારી પણ પોલીથીનથી પેક કરી દીધી હતી

  નવી દિલ્હી. દિલ્હીના વસંત વિહાર ત્રિપલ આત્મહત્યા (Vasant Vihar Suicide) કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. આપઘાત કરતા પહેલા માતા અને તેની બે પુત્રીઓએ 207 નંબરના ફ્લેટને ગેસ ચેમ્બરમાં ફેરવી દીધુ હતુ. ઘરની અંદરની તમામ સ્કાયલાઈટો પોલીથીનથી પેક કરી દીધી હતી. હકીકતમાં, માતા અને બે પુત્રીઓએ આત્મહત્યાનો ભયંકર પ્લાન બનાવ્યો અને આયોજનપૂર્વક ઘરને ગેસ ચેમ્બર બનાવી દીધું, ત્યારબાદ તેઓએ આત્મહત્યા કરી. પછી એક ચિઠ્ઠી છોડી, જેમાં લખ્યું હતું કે, 'ઘરમાં ઝેરી ગેસ છે, દરવાજો ખોલતાની સાથે જ લાઇટર કે માચિસ સળગાવતા નહીં.'

  તમને જણાવી દઈએ કે, દિલ્હીના ફ્લેટ નંબર 207ની ભયાનક કહાની, તે પહેલા તસવીરોમાં જુઓ કે કેવી રીતે ઘરની બહાર એક્ઝોસ્ટ ફેન માટે બનાવેલા હોલને પોલિથીનથી ઢાંકી દીધો હતો, પછી બારી પણ પોલીથીનથી પેક કરી દીધી હતી. હા, દિલ્હીના પોશ વિસ્તારના વસંત એપાર્ટમેન્ટ, વસંત વિહારનો આ ફ્લેટ નંબર 207ને એકદમ પેક કરી દેવામાં આવ્યો હતો, બારી, દરવાજા પોલીથીનથી ઢંકાયેલા હતા, બહારની સ્કાયલાઈટ, વેન્ટિલેટેડ બારી પણ પેક હતી અને ઘરમાં સગડી સળગતી હતી, ઘરનો ગેસ સિલિન્ડર ખોલી દેવામાં આવ્યો હતો. અને આ રીતે માતા અને બંને દીકરીઓએ પોતાને દુઃખદાયક મૃત્યુ આપ્યું.  બારીઓ ફોઇલ પેપર વડે ટેપથી ઢંકાયેલી હતી

  એક વર્ષ પહેલા પણ પરિવારે આત્મહત્યાનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ સફળ થયો ન હતો. આથી આ વખતે ભાડુઆતને પણ બહાનું કાઢી મોકલી દેવામાં આવ્યો હતો, જેથી ઘરને ગેસ ચેમ્બર બનાવી આપઘાત કરતી વખતે તેમને કોઈ મડે નહીં. મૃત્યુની તમામ વસ્તુઓ ઓનલાઈન બુક કરવામાં આવી હતી. આ રીતે ઘરને ગેસ ચેમ્બર બનાવવામાં આવ્યું હતું. બારીઓ ફોઇલ પેપરથી સંપૂર્ણપણે બંધ હતી.  પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે રાત્રે લગભગ 8 વાગે પોલીસને માહિતી મળી કે, વસંત એપાર્ટમેન્ટના ફ્લેટ 207નો ગેટ અંદરથી બંધ છે. અંદરના રહેવાસીઓ ગેટ ખોલી રહ્યા નથી, ત્યારબાદ એસએચઓ તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા. જ્યારે પોલીસ ઘરમાં પ્રવેશી ત્યારે એક ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં લખ્યું હતું - "ખૂબ જ ઘાતક ગેસ છે, દરવાજો ખોલ્યા પછી માચીસ કે લાઈટર ન સળગાવશો, ઘર ખૂબ જ ખતરનાક ઝેરી ગેસથી ભરેલું છે." વાસ્તવમાં, આ ચિઠ્ઠી એટલા માટે લખવામાં આવી હતી કે, મૃત્યુ પછી, જ્યારે પોલીસ અંદર જાય છે, ત્યારે કોઈ અકસ્માત ન થાય.  દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આ પરિવારના વડા ઉમેશ ચંદ્ર શ્રીવાસ્તવ વ્યવસાયે એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા હતા, તેમના ઘરમાં બીમાર પત્ની અને બે પુત્રીઓ હતી, પરંતુ લગભગ એક વર્ષ પહેલા કોરોનાથી પતિના મૃત્યુ પછી, પત્ની અને બંને દીકરીઓ ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી. પોલીસ ટીમે જોયું કે, ઘરનો ગેટ અને તમામ બારીઓ અંદરથી બંધ હતી. પોલીસ દરવાજા તોડી અંદર પ્રવેશી હતી. જ્યાં ઘરની અંદર ત્રણ સગડીઓ સળગી હતી અને ગેસ સિલિન્ડર ખુલ્લું હતું.  સુસાઈડ નોટ દિવાલ પર ચોંટાડવામાં આવી હતી

  તો, તે ભયાનક સુસાઈડ નોટ ઘરની દિવાલ પર ચોંટાડવામાં આવી હતી, અમે તમને જણાવ્યું હતું કે, આત્મહત્યા માટે ઘરને ગેસ ચેમ્બર કેવી રીતે બનાવવામાં આવ્યું હતું. જ્યારે પોલીસની ટીમે ઘરની અંદરના રૂમની તપાસ કરી તો ત્યાં ત્રણ મૃતદેહો પડ્યા હતા. ત્રણેયના મૃતદેહ એક જ રૂમમાં હતા. મૃતકોની ઓળખ માતા મંજુ અને પુત્રી અંશિકા અને અંકુ તરીકે થઈ છે. પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો મેળવીને હોસ્પિટલ મોકલી આપ્યા છે.

  આ પણ વાંચોદાહોદ : ભરચક વિસ્તારમાં ચપ્પુના 10-15 ઘા મારી યુવકને પતાવી દીધો, લોકો જોતા જ રહી ગયા

  પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મંજુના પતિનું મૃત્યુ 2021માં કોરોનાને કારણે થયું હતું. ત્યારથી આખો પરિવાર ડિપ્રેશનમાં હતો. હાલમાં ફોરેન્સિક ટીમ ઘરની તપાસ કરી રહી છે અને કેસની તપાસ ચાલી રહી છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Delhi News, Suicide case

  આગામી સમાચાર