વેલેન્ટાઇન ડેના રોજ મહારાષ્ટ્રમાં કૉલેજ વિદ્યાર્થિનીઓએ લીધા પ્રેમ લગ્ન નહીં કરવાના શપથ

News18 Gujarati
Updated: February 15, 2020, 12:06 PM IST
વેલેન્ટાઇન ડેના રોજ મહારાષ્ટ્રમાં કૉલેજ વિદ્યાર્થિનીઓએ લીધા પ્રેમ લગ્ન નહીં કરવાના શપથ
પ્રતિકાત્મક તસવીર

કૉલેજમાં વિદ્યાર્થિનીઓને એવા પણ શપથ લેવડાવવામાં આવ્યા હતા કે તેઓ દહેજ માંગનારા વ્યક્તિ સાથે પણ લગ્ન નહીં કરે.

  • Share this:
અમરાવતી : વેલેન્ટાઇન ડેના દિવસે મહારાષ્ટ્રમાં કૉલેજની વિદ્યાર્થિનીઓને અલગ પ્રકારના શપથ લેવડાવવામાં આવ્યા હતા. ચંદુર રેલવે સ્ટેશન પાસે આવેલી મહિલા આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજની વિદ્યાર્થિનીઓને મરાઠીમાં શપથ લેવડાવવામાં આવ્યા હતા કે, "અમે કોઈ દિવસ કોઈને પ્રેમ કે કોઈની સાથે અફેર નહીં કરીએ અને પ્રેમ લગ્ન પણ નહીં કરીએ."

કૉલેજ ખાતે શપથ લેનારી એક વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, "મને મારા માતાપિતામાં સંપૂર્ણ વિશ્વાસ છે. મેં ક્યારેય પણ કોઈને પ્રેમ નહીં કરવાના અને પ્રેમ લગ્ન નહીં કરવાના શપથ લીધા છે." એટલું જ નહીં કૉલેજમાં વિદ્યાર્થિનીઓને એવા પણ શપથ લેવડાવવામાં આવ્યા હતા કે તેઓ દહેજ માંગનારા વ્યક્તિ સાથે પણ લગ્ન નહીં કરે.

રિતિકા રંગાની નામની વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, "આપણે જે વ્યક્તિને પ્રેમ કરીએ તે વિશ્વાસપાત્ર અને સ્વાવલંબી હોવો જોઈએ. પ્રેમની બાબતમાં કંઈ પણ કરતા પહેલા હંમેશા માતાપિતાની સલાહ લેવી જોઈએ."

બીજી એક વિદ્યાર્થિની ભાવના તાયડેએ જણાવ્યું હતું કે, "મને લાગે છે કે પ્રેમ લગ્ન કરવાની જરૂર જ શું છે? આ બાબતે યોગ્ય નિર્ણય લેવા માટે આપણા માતાપિતા સક્ષમ છે. તેઓ હંમેશા આપણા હિતમાં જ નિર્ણયો લેતા હોય છે. આપણા માટે શું સારું અને શું ખરાબ છે તે તેઓ સારી રીતે સમજી શકે છે."

મહારાષ્ટ્રના મહિલા અને બાળ વિકાસ મંત્રી યશોમતી ઠાકુરે જણાવ્યું કે, "કૉલેજ તરફથી વર્ધામાં જે બનાવ બન્યો હતો તેનો સંદર્ભ ટાંકીને વિદ્યાર્થિનીઓને શપથ લેવડાવવા જોઈએ."

નોંધનીય છે કે સોમવારે વર્ધામાં એક 24 વર્ષની લેક્ચરરને હિંગણઘાટ ખાતે જીવતી સળગાવવામાં આવી હતી, જેમાં લેક્ચરરનું મોત થયું હતું. પ્રેમ સંબંધ ભંગ થયા બાદ યુવતીના પૂર્વ પ્રેમીએ જ તેને જીવતી સળગાવી દીધી હતી. બનાવમાં યુવતીને 40 ટકા ઇજા પહોંચી હતી. નાગપુર સ્થિત હૉસ્પિટલમાં સારવાર દરમિયાન યુવતીનું મોત થયું હતું.
First published: February 15, 2020
વધુ વાંચો
अगली ख़बर