Home /News /national-international /

2014ની જેમ ખાસ હશે મોદીના ટેકેદાર! સફાઈકર્મી-ચોકીદાર હોઈ શકે છે સામેલ

2014ની જેમ ખાસ હશે મોદીના ટેકેદાર! સફાઈકર્મી-ચોકીદાર હોઈ શકે છે સામેલ

અમિત શાહને કુલ સાત નામોની યાદી આપવામાં આવી છે, જેમાંથી ચાર નામો પર શાહ મહોર મારશે

અમિત શાહને કુલ સાત નામોની યાદી આપવામાં આવી છે, જેમાંથી ચાર નામો પર શાહ મહોર મારશે

    વડાપ્રધાન મોદી વારાણસીથી સતત બીજી વાર ચૂંટણી લડવા જઈ રહ્યા છે. શુક્રવારે પીએમ મોદી પોતાનું નામિનેશન દાખલ કરશે. આ દરમિયાન લોકોના મનમાં આ વખતે પણ ઉત્સુક્તા જોવા મળી રહી છે કે મોદીના નોમિનેશન દરમિયાન કોણ-કોણ લોકો ટેકેદાર હશે?

    એવું માનવામાં આવી રહ્યું છે કે બીજેપીએ ટેકેદારોની અકે યાદી તૈયાર કરી લીધી છે. પીએમ મોદીના ટેકેદારોની યાદી બીજેપી અધ્યક્ષ અમિત શાહને સોંપી દેવામાં આવી છે. અમિત શાહને કુલ સાત નામોની યાદી આપવામાં આવી છે. આ સાત નામોમાં ચાર નામો પર અમિત શાહે મહોર મારશે.

    બીજેપીના કેટલાક નેતઓનું કહેવું છે કે દરેક વર્ગના લોકોને આ વખતે પીએમ મોદીના ટેકેદારોમાં સ્થાન આપવામાં આવશે. ગત મહિને પીએમ મોદીએ કુંભ સ્નાન દરમિયાન પ્રયાગરાજમાં કેટલાક સફાઈકર્મીઓને જે રીતે પાણીથી પગ સાફ કર્યા હતા, તેનાથી અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આ વખતે કોઈ મહિલા સફાઈકર્મચારીને ટેકેદાર બનાવી શકાય છે. તેની સાથે જ વારાણસીના ડોમરાજા પરિવારના કોઈ સભ્યને અને કોઈ ચોકીદારને પણ ટેકેદાર બનાવી શકાય છે.

    2014માં આ બન્યા હતા મોદીના ટેકેદાર

    ઉલ્લેખનીય છે કે, 2014 લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીના નોમિનેશન દરમિયાન બીએચયૂના સંસ્થાપક પંડિત મદન મોહન માલવીયના પૌત્ર અને હાઈકોર્ટના નિવૃત્ત જજ ગિરધર માલવીય સહિત ચાર લોકોને નરેન્દ્ર મોદીના ટેકેદાર બનાવવામાં આવ્યા હતા. જસ્ટિસ ગિરધર ઉપરાંત પદ્મ ભૂષણથી સન્માનિત જાણીતા શાસ્ત્રીય ગાયક પંડિત છન્નૂલાલ મિશ્ર, વીરભદ્ર નિષાદ (મલ્લાહ) અને અશોક (વણકર)ને ટેકેદાર બનાવવામાં આવ્યા હતા.

    આ પણ વાંચો, વારાણસીમાં રોડ શો બાદ PM મોદીએ ગંગા મૈયાની આરતી કરી

    હવે જોવાનું એ છે કે આ વખતે પણ આ લોકોમાંથી કેટલાકને પીએમ મોદીના ટેકેદાર બનાવવામાં આવે છે કે પછી કેટલાક નવા ટેકેદારોના નમ સામે આવે છે. આમ તો આ વખતે પદ્મશ્રી સોમા ઘોષને ટેકેદાર બનાવવાની ચર્ચા ચાલી રહી છે. ઠુમરી ગાયિકા પદ્મશ્રી સોમા ઘોષ પીએમ મોદીના નોમિનેશનમાં ટેકેદાર બનવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે. સોમા ઘોષ ગુરુવારે મુંબઈથી વારાણસી પહોંચ્યા પણ છે. સોમા ઘોષ શરણાઈ સમ્રાટ ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાનીની માનદ દીકરી છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Chowkidar, Lok sabha election 2019, Nomination, Proponent, Varanasi, નરેન્દ્ર મોદી, ભાજપ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन