વારાણસી: BHUમાં સ્ટુડન્ટની ગોળી મારી હત્યા, ટ્રોમા સેન્ટરમાં તોડફોડ

News18 Gujarati
Updated: April 3, 2019, 8:49 AM IST
વારાણસી: BHUમાં સ્ટુડન્ટની ગોળી મારી હત્યા, ટ્રોમા સેન્ટરમાં તોડફોડ
BHUમાં સ્ટુડન્ટની ગોળી મારી હત્યા

હત્યાનું કારણ સ્ટુડન્ટ ગ્રુપ્સ વચ્ચે જૂની દુશ્મની અને વર્ચસ્વની લડાઈ હોવાનું અનુમાન

  • Share this:
વારાણસીની બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં બદમાશોએ એક સ્ટુડન્ટની ગોળી મારી હત્યા કરી દીધી. મૃતક સ્ટુડન્ટનું નામ ગૌરવ છે. હાલ પોલીસે શકના આધારે ચાર લોકોની અટકાયત કરી છે જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સમગ્ર પ્રકરણ બાદ BHUની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઊભા થઈ રહ્યા છે.

પોલીસ પાસેથી મળેલી જાણકારી મુજબ, BHU કેમ્પસ સ્થિત બિરલા-એ ચાર રસ્તા પાસે મંગળવાર મોડી સાંજે બાઇક સવાર ચાર બદમાશોએ એમબીએના સ્ટુડન્ટ ગૌરવ સિંહ (23) પર અંધાધૂંધ ફાયરિંગ કરી દીધું.

ઘટનાની જાણ થતાં જ ડીએમ અને એસએસપી ફાર્સ અને સીઆઈએસએફના જવાનોની સાથે યુનિવર્સિટી કેમ્પસ પહોંચ્યા. મોડી રાત્રે BHU હોસ્ટેલો અને આસપાના વિસ્તારમાં દરોડા પાડી મોત પહેલા ગૌરવ દ્વારા ઓળખી કઢાયેલા ચાર આરોપીઓને પોલીસે કસ્ટડીમાં લઈ લીધા. હુમલાનું કારણ સ્ટુડન્ટ્સ ગ્રુપની વચ્ચે જૂની દુશ્મની અને વર્ચસ્વની લડાઈ હોવાનું કહેવાય છે.આ પણ વાંચો, મહિલા ટીચરે 28 બાળકોના ખોરાકમાં ભેળવ્યું ઝેર, આવું હતું કારણ

આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા સ્ટુડન્ટસે ટ્રોમા સેન્ટરમાં તોડફોડ કરી. રોહનિયા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા અખરી ગામના રાકેશ સિંહ બીએચયુના કર્મચારી છે. તેમનો મોટો દીકરો ગૌરવ ડિસેમ્બર 2017માં બીએચયૂમાં થયેલી બબાલનો આરોપી હોવાના કારણે 2018માં ધરપકડ કરીને જેલ મોકલવામાં આવ્યો હતો અને તેના કારણે તેને કોલેજમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.
First published: April 3, 2019, 8:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading