Varanasi serial blast: વારાણસી સીરિયલ બ્લાસ્ટનો 16 વર્ષે આવ્યો નિર્ણય, આતંકી વલીઉલ્લાહને ફાંસીની સજા
Varanasi serial blast: વારાણસી સીરિયલ બ્લાસ્ટનો 16 વર્ષે આવ્યો નિર્ણય, આતંકી વલીઉલ્લાહને ફાંસીની સજા
વારાણસી સીરિયલ બ્લાસ્ટ
Varanasi serial blasts: સીરિયલ બ્લાસ્ટમાં (Varanasi serial blasts) ગાઝિયાબાદ જિલ્લા અને સેશન્સ કોર્ટે (Ghaziabad District and Sessions Court) આતંકી વલીઉલ્લાહને ફાંસીની સજા ફટકારી છે.
વારાણસીઃ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) વારાણસીમાં 16 વર્ષ પહેલા થયેલા સીરિયલ બ્લાસ્ટમાં (Varanasi serial blasts) ગાઝિયાબાદ જિલ્લા અને સેશન્સ કોર્ટે (Ghaziabad District and Sessions Court) આતંકી વલીઉલ્લાહને ફાંસીની સજા ફટકારી છે. આ ઉપરાંત વલીઉલ્લાહને એક અન્ય મામલામાં આજીવન કેદની સજા ફટકારી છે. ઉલ્લેખનીય છે કે 2006માં વારાણસીમાં થયેલા સીરિયલ બ્લાસ્ટમાં 18 લોકોના મોત થયા હતા.
વારાણસી સીરિયલ બ્લાસ્ટના આરોપી વલીઉલ્લાહના ગાઝિયાબાદ જિલ્લા અને સેશન્સ કોર્ટે ગત 4 જૂને દોષી ઠેરવ્યો હતો. જ્યારે આજે સોમવારે 6 જૂને કોર્ટે સજા ફટકારી છે. વર્ષ 2006માં વારાણસીમાં સંકટ મોચન મંદિર, દશાસમેઘ ઘાટ અને રેલવે સ્ટેશન ઉપર બ્લાસ્ટમાં 18થી વધારે લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે વારાણસી સીરિયલ બ્લાસ્ટમાં 100થી વધારે લોકો ઘાયલ થયા હતા.
હાઈકોર્ટના આદેશ પર આ કેસ ગાઝિયાબાદ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો
7 માર્ચ 2006ના રોજ વારાણસીમાં સંકટ મોચન મંદિર અને રેલવે સ્ટેશન પર વિસ્ફોટો બાદ અરાજકતા ફેલાઈ ગઈ હતી. આ સાથે જ દશાશ્વમેધ ઘાટ પરથી કુકર બોમ્બ પણ મળી આવ્યો હતો. તે જ સમયે, અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર આ મામલાને સુનાવણી માટે ગાઝિયાબાદમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
વલીઉલ્લાહ પ્રયાગરાજના ફૂલપુરના ઈસ્લામાબાદ ગામનો રહેવાસી છે.
વારાણસી સિરિયલ બ્લાસ્ટનો દોષિત આતંકવાદી વલીઉલ્લાહ પ્રયાગરાજના ફુલપુરના ઈસ્લામાબાદ ગામનો રહેવાસી છે. તેના ચાર ભાઈઓ અલગ અલગ જગ્યાએ રહે છે. તે જ સમયે, વલીઉલ્લાહની પત્ની તેના બે બાળકો સાથે એક સંબંધી સાથે રહે છે. વલીઉલ્લાહને ફાંસીની સજા સંભળાવવામાં આવ્યા બાદ તેના ગામમાં શાંતિ છવાઈ ગઈ હતી.
18 એપ્રિલ 2001ના રોજ પ્રયાગરાજના ફૂલપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. ભારત સરકાર સામે યુદ્ધ કરવા, જેહાદ કરવા અને આ સંબંધમાં સાહિત્ય એકત્ર કરવાના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી હતી.
વલીઉલ્લાહ અને તેના ભાઈઓ સહિત અન્ય એક વ્યક્તિ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. એક આરોપી મુસ્તકીમની ધરપકડ કરવામાં આવી નથી, તે ફરાર છે. તે જ સમયે, ત્રણ આરોપી ઉબેદુલ્લાહ, વસીઉલ્લાહ અને ઉઝૈર આલમ જામીન પર બહાર છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર