પીએમ મોદી આજે કાશીથી શરૂ કરશે ભાજપનું સભ્યપદ અભિયાન

News18 Gujarati
Updated: July 6, 2019, 8:26 AM IST
પીએમ મોદી આજે કાશીથી શરૂ કરશે ભાજપનું સભ્યપદ અભિયાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશીમાં ભાજપના કાર્યકતાઓને સન્માનિત પણ કરશે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : ભાજપનું દેશવ્યાપી સભ્યપદ અભિયાન આજથી શરૂ થશે. ભાજપ 6 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી દેશવ્યાપી અભિયાન ચલાવવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અભિયાનને શરૂ કરવા માટે આજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી જશે. આ અવસરે પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહેશે. બીજી તરફ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે તેલંગાનામાં ભાજપના સભ્યપદ અભિયાનની શરૂઆત કરશે અને રાજ્યમાં પાર્ટીની રણનીતિ તૈયાર કરવા માટે પ્રદેશ યૂનિટના નેતાઓ સાથે બેઠક કરશે.

વડાપ્રધાન વારાસણી સ્થિત દીનદયાળ ઉપાધ્યાય વેપાર સુવિધા કેન્દ્રમાં સભ્યપદ અભિયાન શરૂ કરશે અને પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરશે. આ અવસરે તેઓ કાર્યકર્તાઓને સન્માનિત પણ કરશે.

મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, આપણી પ્રેરણા ડો. શ્યામા પ્રસાદ મુખર્જીની જયંતી પર ભાજપનું સભ્યપદ અભિયાન શરૂ થશે. હું આ અભિયાનમાં કાશીમાં સામેલ રહીશ. આ અભિયાન સમાજના તમામ વર્ગના લોકોને ભાજપ પરિવારથી જોડશે. આ અભિયાન અમારી પાર્ટીને મજબૂત કરશે.


વૃક્ષારોપણ અભિયાનની પીએમ કરશે શરૂઆત

ભાજપના સભ્યપદ અભિયાન ઉપરાંત પીએમ મોદી વારાણસી સ્થિત એરપોર્ટ પર પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમાનું અનાવરણ કરશે. વડાપ્રધાન ત્યાં વૃક્ષારોપણ અભિયાનને પણ શરૂ કરશે.

માન મહેલના વર્ચુઅલ મ્યૂઝિયમનો પ્રવાસ કરશે

પીએમ મોદીએ એક બીજા ટ્વિટમાં લખ્યું કે, કાલે બપોરે વારાણસીમાં માન મહેલના વર્ચુઅલ મ્યૂઝિયમનો પ્રવાસ કરીશ. પ્રતિષ્ઠિત દશાશ્વમેઘ ઘાટની પાસે સ્થિત, આ શહેરનું એક સાંસ્કૃતિક સ્થળ છે. આપણી મહાન સાંસ્કૃતિક વારસાના પાસાઓને રજૂ કરે છે.
First published: July 6, 2019, 8:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading