પ્રધાનમંત્રી અને વારાણસીના સાંસદ નરેન્દ્ર મોદી શનિવારે અડધીરાત્રે પોતાનો પ્રોટોકોલ તોડી અચાનક પોતાના સાંસદીય વિસ્તારમાં ભ્રમણ પર નીકળી પડ્યા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે કેન્દ્ર તથા પ્રદેશના મોટા અધિકારી પણ આ દરમ્યાન પીએમ મોદીની સાથે રહ્યા.
કાશીના રસ્તાઓ પર પ્રધાનમંત્રીનું લોકોએ હર હર મહાદેવ અને હર હર મોદીના નારા લગાવી અભિવાદન કર્યું. આ દરમ્યાન પીએમ મોદીએ યૂનિવર્સિટી પરિસરમાં સ્થિત વિશ્વનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી.
તમને જણાવી દઈએ કે, ડીએલડબલ્યૂ સ્થિત રેસ્ટ હાઉસથી અચાનક રાત્રે પોતાના લશ્કર સાથે પીએમ શહેરમાં નીકળી પડ્યા. પ્રધાનમંત્રીનો કાફલો કકરમ્તા ગેટ, ભિખારીપુર તિરાહા, નેવાદ, સુંદરપુર થઈ બીએચયૂ સ્થિત વિશ્વનાથ મંદિર પહોંચ્યો. પ્રધાનમંત્રીએ અહીં ઉતરી ભગવાન શિવના દર્શન કરી પૂજા-અર્ચના કરી.
pm મોદી કાશી ભ્રમણ કરતા
પીએમ મોદીના પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે પીએમ મોદી મિર્જાપુર જશે, અહીં તે મેડિકલ કોલેજનો શિલાન્યાસ કરશે. આ દરમ્યાન તે જનસભાને પણ સંબોધશે. સાથે બાણસાગર પરિયોજનાનો પણ શુભારંભ કરશે. આ પરિયોજનાથી વિસ્તારમાં સિંચાઈને પ્રોત્સાહન મળશે, જેના કારણે ઉત્તર પ્રદેશના મિર્જાપુર અને ઈલાહાબાદના ખેડૂતોને ઘણો ફાયદો થશે.
પીએમ મોદી વિશ્વનાથ મંદિરથી બહાર આવતા
પીએમ મોદી રાજ્યમાં 108 જન ઔષધી કેન્દ્રોનું પણ ઉદ્ધાટન કરશે. મોદી બાલૂઘાટ, ચુનારમાં ગંગા નદી પર બનેલા પુલને પણ સમર્પીત કરશે, જે મિર્જાપુર અને વારાણસી શહેરને જોડશે. આ પ્રવાસના પહેલા દિવસે શનિવારે પીએમ મોદીએ સપા સંરક્ષક મુલાયમ સિંહના ગઢ આજમગઢમાં 340 કિમી લાંબા પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનું ઉદ્ધાટન કર્યું હતું. 340 કિમી લાંબા પૂર્વાંચલ એક્સપ્રેસવે ના બનવાના કારણે સીધો ફાયદો રાજધાની લખનઉ સહિત બારાબંકી, અમેઠી, સુલ્તાનપુર, ફૈઝાબાદ, આંબેડકરનગર, આજમગઢ, મઉ અને ગાજીપુર જેવા પૂર્વ ઉત્તર પ્રદેશના લોકોને થશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર