હવે રામ મંદિરના ભૂમિ પૂજનના સમય પર વિવાદ, શંકરાચાર્ય સ્વરૂપાનંદએ આ સમયને અશુભ ગણાવ્યો

News18 Gujarati
Updated: July 23, 2020, 10:01 AM IST
હવે રામ મંદિરના ભૂમિ પૂજનના સમય પર વિવાદ, શંકરાચાર્ય સ્વરૂપાનંદએ આ સમયને અશુભ ગણાવ્યો
રામ મંદિર

શ્રી રામ મંદિરના ભૂમિ પૂજનનો કાર્યક્રમ 3 ઓગસ્ટથી શરૂ થશે.

  • Share this:
લાંબા સમયની રાહ જોયા પછી આયોધ્યામાં રામ મંદિર (Ram Temple) નિર્માણ શરૂ કરવાની તારીખ નક્કી કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 5 ઓગસ્ટે અયોધ્યામાં ભૂમિ પૂજન કરશે. પણ હવે ભૂમિ પૂજનની તારીખ અને મુહૂર્તને લઇને નવો વિવાદ ઊભો થયો છે. શંકરાચાર્ય સ્વરુપાનંદ સરસ્વતી (Shankracharya Swaroopanand Saraswati)એ ભૂમિ પૂજન માટે તૈયાર કરવામાં આવેલા સમયથી અશુભ ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે 5 ઓગસ્ટે દક્ષિણાયન ભાદ્રપદ માસ કૃષ્ણ પક્ષના દ્વવિતીયા તિથિ છે. શાસ્ત્રોમાં ભાદ્રપદ માસને ગૃહ, મંદિરારંભ કાર્ય માટે નિષેદ કરેવામાં આવ્યો છે. તેમણે આવું વિષ્ણુ ધર્મ શાસ્ત્ર અને નૈવજ્ઞ વલ્લભ ગ્રંથના હવાલેથી કહ્યું છે. કાશી વિધવત પરિષદના શંકરાચાર્યના તર્કોને નિરાધાર ગણાવીને કહ્યું કે બ્રહ્માંડ નાયક રામ પોતાના મંદિર પર કેવી રીતે સવાલ ઊઠાવી શકે છે.

શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ કહ્યું કે હું તો રામ ભક્ત છું. અને રામ મંદિર કોઇ પણ બનાવે અમને તેનાથી પ્રસન્નતા જ થશે. પણ તેને ઉચિત તિથિ અને શુભ મૂહર્તમાં બનાવવું જોઇએ. સાથે જ તેમણે કહ્યું કે જો મંદિર જનતાના પૈસાથી બની રહ્યું છે તો તેમની રાય પણ લેવી જોઇએ.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસજીના ઉત્તરાધિકારી મહંત કમલ નયન દાસે જણઆવ્યું કે ભગવાન રામના મંદિરની ભૂમિ પૂજનનો કાર્યક્રમ 3 દિવસ ચાલશે. શ્રી રામ મંદિરના ભૂમિ પૂજનનો કાર્યક્રમ 3 ઓગસ્ટથી શરૂ થશે.

વધુ વાંચો :  બાળકો પર બળાત્કાર કરનાર આરોપીને પકડવા પોલીસકર્મીએ લગાવ્યો 13માં માળેથી કૂદકો, મળ્યું ઇનામ

જે મુજબ 3 ઓગસ્ટના રોજ સૌથી પહેલા ભૂમિ પૂજન થશે. પછી 4 ઓગસ્ટે રામર્ચન અને 5 ઓગસ્ટે 12.15 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિર પર આધાર શિલા રાખશે. આ દરમિયાન કાશી, પ્રયાગરાજ અને અયોધ્યાના વૈદિક વિધ્વાન અને આર્ચાર્ય પંડિતો દ્વારા રામલલાના મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે 9 નવેમ્બરના રોજ અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટેનો નિર્ણય આવ્યા પછી ટ્રસ્ટનું ગઠન થયું હતું અને ટ્રસ્ટને રામ નિર્માણ માટે રામ જન્મભૂમિ પરિસરમાં તૈયારીઓ તેજ કરી હતી. આ કડીમાં 25 માર્ચે રામલલાને અસ્થાઇ મંદિરમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. વિરાજમાન રામલલાને શિફ્ટ કર્યા પછી જમીનનું સમતલીકરણ કાર્ય પુરુ કરવામાં આવ્યું હતું. ભગવાનના ગર્ભગ્રહ 2.77 એકડની અંદર થઇ રહ્યું છે. જેને પૂરા વૈદિક રીત રિવાજો સાથે કાશીના વિદ્વાનો અને અયોધ્યાનો પુરોહિત દ્વારા કરવામાં આવશે. અને ભૂમિ પૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથથી કરવામાં આવશે.
Published by: Chaitali Shukla
First published: July 23, 2020, 10:01 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading