વારાણસી : રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના સ્નેહનો પ્રતિક છે પરંતુ રક્ષા સૂત્રનો સંબંધ બહેનોની સાથે-સાથે દેશની રક્ષા પણ છે. આ યાદીમાં વારાણસીની મુસ્લિમ મહિલાઓએ (Muslim women) પોતાના સાંસદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) માટે વિશેષ રાખડી (Rakhi) તૈયાર કરવાની યોજના બનાવી છે. રક્ષાબંધનની પહેલા આ મુસ્લિમ મહિલાઓ પ્રધાનમંત્રી મોદી માટે રાખડી બનાવવાની તૈયારીમાં જોડાઈ ગઈ છે, જે તૈયાર થઈ ગયા પછી તેમણે મોકલવામાં આવશે.
2014થી જ જ્યારે પીએમ મોદી વારાણસીથી સાંસદ બનીને પ્રધાનમંત્રી બન્યા, ત્યારથી કાશીની મુસ્લિમ મહિલા ફાઉન્ડેશનની રાષ્ટ્રીય અધ્યક્ષ નાઝનીન અંસારીના નેતૃત્વમાં મુસ્લિમ મહિલાઓ પીએમ મોદીને રાખડી બનાવીને મોકલે છે. ઈંદ્રેશ નગરના (લમહી) સુભાષ ભવનમાં મુસ્લિમ મહિલા ફાઉન્ડેશન અને વિશાલ ભારત સંસ્થાનના સંયુક્ત તત્વાધાનમાં સોશિયલ ડિસ્ટેન્સિંગનુ પાલન કરતા મુસ્લિમ મહિલાઓએ ગીતો સાથે મોદી અને ટ્રમ્પ માટે રાખડી બનાવી રહી છે. મુસ્લિમ મહિલાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપર ઢોલના તાલની સાથે સ્વરચિત ગીત ગાઈને રાખડી બનાવવાનુ શરુ કર્યુ છે. સિતારા, ટિક્કી, ગત્તા, લેસ અને મોદીની તસવીરનો ઉપયોગ કરીને મોદી રાખડી બનાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો - કોવિડ-19 : સરકારે જાહેર કરી ચેતવણી, વૉલ્વ વાળા N-95 માસ્કને બતાવ્યું ખતરનાક
ડોનાલ્ડ ટ્રમ્પ માટે પણ રાખડી
આ વખતે પણ રક્ષાબંધન તહેવારમાં આ મુસ્લિમ મહિલાઓ પીએમ નરેન્દ્ર મોદીની સાથે અમેરિકાના રાષ્ટ્રપિત ડોનાલ્ડ ટ્રમ્પ માટે પણ રાખડી તૈયાર કરી રહી છે. મુસ્લિમ મહિલા ફાઉન્ડેશનની રાષ્ટ્રીય અધ્યક્ષનું કહેવુ છે કે જે રીતે ચીનના મુદ્દા પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતનો સાથ આપ્યો છે, તેનાથી અમે બહુ ખુશ છીએ. ચીનની ધોખાબાજી અને વિસ્તારવાદી નીતિથી નારાજ મુસ્લિમ મહિલાઓએ ચીની રાખડીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે દર વખતની જેમ આ વખતે પણ રાખડીઓ પોસ્ટ દ્વારા પીએમ નરેન્દ્ર મોદી સુધી પહોંચાડવામાં આવશે. આ વખતે રક્ષાબંધનના તહેવારના પ્રસંગે મહિલાઓને વિનંતી પણ કરી છે કે, પોતાના ભાઈના હાથમાં આ વખતે સ્વદેશી રાખડીઓ જ બાંધે, જેનાથી ચીનને આર્થિક નુકસાન પહોચાડી શકાય.
Published by:Ashish Goyal
First published:July 21, 2020, 20:27 pm