VIDEO: વારાણસીમાં જોવા મળી મુસ્લિમ મહિલાઓની રામભક્તિ, રામનવમી પર આરતી ઉતારી
મુસ્લિમ મહિલાઓએ પ્રભુ શ્રી રામની આરતી ઉતારી
આ દરમ્યાન હનુમાન ચાલીસા સાથે રામચરિત માનસનો પાઠ અને ભગવાન રામની આરતી પણ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, આ સુભાષ ભવનમાં અમે જાતિ ધર્મના ભેદભાવ છોડીને તમામ તહેવાર હર્ષોલ્લાસ સાથે મનાવીએ છીએ. અમારા આ આયોજન પાછળનો ઉદ્દેશ્ય જાતિ ધર્મના ભેદભાવ દૂર કરવાનો છે.
વારાણસી: ભગવાન રામના જન્મોત્સવ પર્વ રામનવમી દેશભરમાં ધૂમધામથી મનાવવામાં આવી. રામનવમીના મહાપર્વની ધૂમ બાબા વિશ્વનાથના શહેર બનારસમાં પણ જોવા મળી હતી. રામનવમીના ઉત્સવની વચ્ચે કાશીમાં મુસ્લિમ મહિલાઓની અનોખી રામભક્તિ જોવા મળી હતી. મુસ્લિમ મહિલાઓએ પ્રભુ શ્રીરામની આરતી કરીને આ ઉત્સવમાં ભાગ લીધો હતો. એટલું જ નહીં મુસ્લિમ મહિલાઓએ પ્રભુ શ્રીરામને પોતાના પૂર્વજ ગણાવ્યા હતા.
" isDesktop="true" id="1365696" > આ દરમ્યાન મહિલાઓએ આરતી ઉતારી હતી. ઉપરાંત મહિલાઓએ મંગળગીત પણ ગાયા હતા. વારાણસી લમહીમાં આવેલ સુભાષ ભવનનો આ અદ્ભૂત નજારો સૌ કોઈને પસંદ આવી રહ્યો છે. મુસ્લિમ મહિલા ફાઉંડેશનની જિલ્લા અધ્યક્ષ રજિયા સુલ્તાનાએ જણાવ્યું કે, આજે હિન્દુ મુસ્લિમ મહિલાઓએ મળીને ભગવાન રામનો જન્મોત્સવ મનાવ્યો છે.
જાતિ-ધર્મનો ભેદભાવ દૂર થાય
આ દરમ્યાન હનુમાન ચાલીસા સાથે રામચરિત માનસનો પાઠ અને ભગવાન રામની આરતી પણ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, આ સુભાષ ભવનમાં અમે જાતિ ધર્મના ભેદભાવ છોડીને તમામ તહેવાર હર્ષોલ્લાસ સાથે મનાવીએ છીએ. અમારા આ આયોજન પાછળનો ઉદ્દેશ્ય જાતિ ધર્મના ભેદભાવ દૂર કરવાનો છે.
પ્રભુ શ્રી રામ અમારા પૂર્વજ
તો વળી નાઝનીન અંસારીએ જણાવ્યું કે, ભારતમાં રહેતા દરેક મુસ્લિમ સનાતની છે, જે અમુક પેઢી પહેલા સુધી હિન્દુ રહ્યા છે. તેથી ભગવાન રામ અમારા પૂર્વજ છે. આ જ કારણ છે કે, અમે મુસ્લિમ મહિલાઓ તેની આરતી ઉતારી તેમના જન્મોત્સવનો જશ્ન મનાવી રહ્યા છીએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર