Home /News /national-international /

VIDEO : ખેલ બતાવી રહેલ મદારીને અજગરની દોસ્તી પડી ભારે, થયું કંઈક ખતરનાક

VIDEO : ખેલ બતાવી રહેલ મદારીને અજગરની દોસ્તી પડી ભારે, થયું કંઈક ખતરનાક

    ઉત્તર પ્રદેશના મઉ જનપદના મોહમ્મદાબાદ કોતવાલી બજાર વિસ્તારમાં એક ખેલ તમાશો બતાવી રહેલ મદારીને અજગર સાથે દોસ્તી બતાવવી ભારે પડી ગઈ. ખેલ બતાવી રહેલ મદારીએ અજગરને પોતાના ગળામાં લપેટી લીધો હતો. પરંતુ થોડી જ વારમાં મદારી બેહોશ થઈ ગયો. અસલમાં અજગરે મદારીના ગળાને દબાવવાનું શરૂ કરી દીધું હતું. ખેલ જોઈ રહેલ લોકોને પહેલા એવું લાગ્યું કે મદારી હજું ખેલ બતાવી રહ્યા છે, પરંતુ જ્યારે તે બેહોશ થઈ ગયો ત્યારે એક યુવાને તેના ગળા પરથી અજગરની પકડને હટાવી અને એમ્બ્યૂલન્સને સૂચના આપી.

    ઘટના મોહમ્મદાબાદ ગોહાના કોતવાલી માર્કેટની છે, જ્યાં એક અજ્ઞાત મદારી રોડ પર ખેલ બતાવી રહ્યો હતો. અજગર સાથે મદારીના ખેલને જોઈને ત્યાં ઘણા બધા લોકોની સંખ્યા ભેગી થઈ ગઈ હતી. મદારીએ અજગરને ગર્દનમાં લપેટી લીધો હતો. થોડી જ વારમાં અજગરે મદારીની ગર્દન પર દબાણ વધારી દીધો હતો. અજગરે એટલું બધું દબાણ આપી દીધું કે, મદારી બેહોશ છોડી દીધો.

    શરૂઆતમાં લોકો સમજ્યા કે હજુ પણ મદારી કોઈ ખેલ બતાવી રહ્યો છે, પરંતુ અજગર તેના ગળામાં બીજી વાર લપટાવવા લાગ્યો. આ વચ્ચે ખેલ જોઈ રહેલ એક વ્યક્તિએ સૂઝ-બૂઝ દાખવીને અજગરને હટાવ્યો અને મદારી ઉપર પાણી નાંખ્યું. પરંતુ તે ઉભો થઈ શક્યો નહતો. ત્યાર બાદ તેને 108 એમ્બ્યૂલેન્સ સેવા પર ફોન કર્યો અને મંદારીને પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં તેને દાખલ કરવામાં આવ્યો છે. ડોક્ટરે તેની ગંભીર હાલતને જોતા તેને સિવિલ હોસ્પિટલમાં રેફર કરી દીધો હતો. જિલ્લા હોસ્પિટલે પણ તેની હાલતને જોતા વારાણસી રીફર કરી દીધો.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Python wraps neck, Snake, Varanasi, Varanasi mau snake charmer python wraps neck

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन