વારાણસી: વારાણસીના પિયરી ચોકમાંથી બુધવારે સવારે એક નવજાતનું શબ મળી આવતા પોલીસે આરોપી મામાની ધરપકડ કરી લીધી છે. ભાણેજનું શારીરિક શોષણ કર્યા બાદ દવા આપીને ગર્ભપાત કરાવ્યા બાદ નવજાતને શેરીમાં ફેંકી દીધું હતું. ચૌક પૌલીસે સીસીટીવી કેમેરા ખંગાળતા આરોપી સુધી પહોંચી અને તેને સાંજે નાની પિયરીથી દબોચી દીધો હતો. ગુરુવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
ચૌક પોલીસ સ્ટેશન અંતર્ગત નાની પિયરીમાં ભાડાના મકાનમાં રહેતા વિવાદીત મામાની સાથે તેની બહેન, બનેવી અને 23 વર્ષિય ભાણેજ રહેતી હતી.મંડુવાડીહમાં આવેલી એક હોટલમાં કામ કરતો મામો ત્રણ બાળકોનો પિતા છે. સવારે ચોક પોલીસને સૂચના મળી હતી કે, પિયરી પોલીસ ચૌકીની પાછળ એક નવજાતની લાશ પડી છે.
ઘટના પરથી પોલીસે ભ્રુણની લાશ કબ્જામાંથી લીધી અને આરોપીની શોધખોળ હાથ ધરી. આજૂબાજૂના સીસીટીવી ખંગાળ્યા. ફુટેજ દ્વારા નવજાતને ફેંકનારા મામા ધ્યાને આવ્યા, આરોપી મામાની ધરપકડ કરતા બહેન અને બનેવીને પણ ચૌક પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા. બહેન અને બનેવીની પુછપરછ શરુ થઈ તો, મામાના કાંડ ખુલવા લાગ્યા હતા.
ચૌક પોલીસની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે, તે છેલ્લા એક વર્ષથી ભાણેજનું શોષણ કરતો હતો. સાત મહિના પહેલા ભાણેજ ગર્ભલતી થઈ તો, લોકલાજના ભયથી ગર્ભપાતની દવા આપી, રાતના સમયે નવજાતને પિયરી પોલીસ સ્ટેશન પાછળ ફેંકી દીધી.
તો વળી યુવતીની માતા અને પિતાએ લોકલાજના ડરથી કેસ નોંધવાની ના પાડી. એસીપી દશાશ્વમેઘ અવધેશ કુમાર પાંડેયે જણાવ્યું હતું કે, આરોપીએ શિશુને જીવિત જન્મતા રોકી, એટલા માટે પોલીસની તપાસના આધારે કેસ નોંધી આરોપી મામાની ધરપકડ કરી લીધી, કોર્ટમાં આજે તેને રજૂ કરવામાં આવશે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર