અનોખી ઘટના: વરરાજા બની ગયો જાનૈયો, અને મોટા ભાઈની મંગેતર સાથે નાના ભાઈને કરવા પડ્યા લગ્ન

લગ્નના એક દિવસ પહેલા ફૂટ્યો એક ભાંડો

લગ્નના એક દિવસ પહેલા જ એક એવી ઘટના સામે આવી કે, મોટાભાઈએ લગ્ન કેન્સલ કરવા પડ્યા અને એજ કન્યા સાથે નાના બાઈએ લગ્ન કરવા પડ્યા

 • Share this:
  ચન્દોલી : ઉત્તર પ્રદેશના ચંદોલી જિલ્લામાં મહુંજી ગામમાં એક લગ્ન ચર્ચાનો વિષય બન્યો છે. લગ્નના પહેલા એવો ડ્રામા થયો કે, મોટા ભાઈની મંગેતર સાથે નાના બાઈએ લગ્ન કરવા પડ્યા. જે દરવાજા પર મોટા ભાઈની જાન જવાની હતી, તે દરવાજા પર નાના ભાઈની જાન પહોંચી.

  ઉલ્લેખનીય છે કે, મહુંજી ગામના રહેવાસી મોટા ભાઈ કન્હૈયાનો સંબંધ ધાનાપુર પોલીસ સ્ટેસન વિસ્તારના પપરોલ ગામની એક યુવતી સાથે નક્કી થયો હતો. બંનેના લગ્ન મંગળવારે નક્કી થયા હતા. પરંતુ, જાન જાય તેના એક દિવસ પહેલા જ સોમવારે વરરાજાની પ્રેમિકા સામે આવી ગઈ. પ્રેમિકાએ ખુદને યુવકની પત્ની બતાવી હંગામો કરી દીધો. ત્યારબાદ કહાનીમાં નવો વળાંક આવ્યો. બંને પક્ષની સહમતી પર યુવકના નાના ભાઈની જાન મંગળવાર સાંજે ધૂમદામ સાથે નક્કી કરેલા દિવસે નીકળી.

  આ પણ વાંચોઅમદાવાદ : GTUના વિદેશી વિદ્યાર્થીએ ગોદરેજ ગાર્ડન સીટીમાં 11મા માળેથી કૂદી કર્યો આપઘાત

  કન્હૈયાની જાન મંગળવારે જવાની હતી, પરંતુ તેના એક દિવસ પહેલા જ એક યુવતી અને તેનો પરિવાર રામપુર પોલીસ સ્ટેશન પહોંચ્યો. યુવતીએ ખુદને યુવકની પત્ની બતાવી આ લગ્નને રોકવાની માંગ કરી. પુરાવા તરીકે તેણે બિહાર સ્થિત મા મુંડેશ્વરી મંદિરમાં કરેલા લગ્નની તસવીરો રજૂ કરી. ત્યારબાદ પોલીસે યુવક અને તેના પરિવારજનોને પોલીસ સ્ટેશન બોલાવ્યા. તપાસમાં યુવતીની વાત સાચી નીકળતા યુવકના પરિવારજનોએ કાયદેસર રીતે તેને પત્ની તરીકે સ્વીકાર કરી લીધી.

  આ પણ વાંચોનવગ્રહનો કયો બીજ મંત્ર ક્યારે કયા સમયે કરવા જોઈએ? આ મંત્રોથી અશુભ ગ્રહો પણ શુભ થઈ જાય

  પરંતુ, આ બાજુ બીજા જ દિવસે લગ્નનો કાર્યક્રમ પહેલાથી જ નક્કી હતો. ત્યારબાદ વર અને વધૂના પરિવાર વચ્ચે વાતચીત થઈ અને આખરે રસ્તો કાઢવામાં આવ્યો કે, લગ્ન રોકવામાં આવશે નહીં, યુવકનો નાનો ભાઈ વરરાજા બનશે. અંતમાં પરિવારે મંગળવારે નાના ભાઈ જયનાથને વરરાજા બનાવ્યો અને જાન લઈ પપરોલ જવું પડ્યું. નાના ભાઈની જાનમાં મોટો ભાઈ જાનૈયો બનીને પહોંચ્યો. આ લગ્ન પુરા વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યા છે.
  Published by:kiran mehta
  First published: