નશામાં ધૂત વૉર્ડબૉય સ્વાસ્થ્ય મંત્રીને જોઈ પગે લાગ્યો, આશિર્વાદમાં મળ્યું સસ્પેન્શન

નશામાં ધૂત વૉર્ડબૉય સ્વાસ્થ્ય મંત્રીને જોઈ પગે લાગ્યો

અશોકને તેની એક હરકત ભારે પડી ગઈ. દારૂની ગંધ આવતા જ મંત્રીજી ગુસ્સે થઈ ગયા અને તેમણે તત્કાલ સીએમઓને આરોપીનું મેડિકલ કરાવી સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો.

 • Share this:
  સ્વાસ્થ્ય સેવાઓનું નિરિક્ષણ કરવા ચંદોલી પહોંચેલા યૂપી સરકારના સ્વાસ્થ્ય મંત્રી જય પ્રતાપ સિંહ તે સમયે ગુસ્સે થઈ ગયા જ્યારે નશામાં ધૂત વૉર્ડબૉય તેમને પગે લાગવા માટે પહોંચી ગયો. જનરલ સ્વાસ્થ્ય કેન્દ્ર ભોગવારાના અશોકને તેની એક હરકત ભારે પડી ગઈ. દારૂની ગંધ આવતા જ મંત્રીજી ગુસ્સે થઈ ગયા અને તેમણે તત્કાલ સીએમઓને આરોપીનું મેડિકલ કરાવી સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો. પ્રભારી તબીબ અધિકારીની પૂછતાછમાં સામે આવ્યું કે, વૉર્ડબૉય હંમેશા નશાની હાલતમાં જ રહે છે. સ્વાસ્થ્ય મંત્રીએ આરોપી વૉર્ડબૉયના મેડિકલ રિપોર્ટના આધાર પર સીએમઓ ડો. આરકે મિશ્રને તેને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે.

  શુક્રવારે સ્વાસ્થ્ય મંત્રી જય પ્રતાપ સિંહ અહીં પંડિત દિનદયાલ ઉપાધ્યાય નગર સ્થિત રાજકીય મહિલા ચિકિત્સાલય પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે અહીં બનેલા કક્ષમાં સાફ-સફાઈની વ્યવસ્થા જોઈ. ત્યારબાદ ચિકિત્સકોને હૉસ્પિટલમાં થતી પ્રસવની સંખ્યા સહિત વિભિન્ન પ્રકારની તપાસ અને બાળકોને લગાવવામાં આવતી રશી વિશે જાણકારી મેળવી.  આ દરમિયાન મંત્રીએ અન્ય વૉર્ડની સ્થિતિનું પણ નિરીક્ષણ કર્યું. અહીંથી તે ભોગવાર ગામ સ્થિત જનરલ સ્વાસ્થ્ય કેન્દ્ર માટે રવાના થઈ ગયા. સીએચસીમાં નિરીક્ષણ દરમિયાન સ્વાસ્થ્ય મત્રીએ હૉસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ઓછી જોઈ ચિંતા વ્યક્ત કરી. નિરીક્ષણ દરમિયાન હૉસ્પિટલમાં ગંદકી જોઈ પણ મંત્રીએ નારાજગી વ્યક્ત કરી.  સ્વાસ્થ્ય મંત્રી જય પ્રતાપ સિંહે પૂર્વાંચલમાં આવેલા પૂર મુદ્દે પૂછેલા પ્રશ્ન પર કહ્યું કે, પૂર પ્રભાવિત વિસ્તારોની સમિક્ષા કરવામાં આવી રહી છે. પ્રભાવિત વિસ્તાર સ્થાનીક પ્રશાસન અને સ્વાસ્થ્ય વિભાગના પરસ્પર સહયોગથી પ્રભાવિત વિસ્તારમાં વ્યવસ્થા કરવામાં આવી છે, જેની સમિક્ષા સમય-સમય પર શાસન સ્તર પર કરવામાં આવી રહી છે.
  Published by:kiran mehta
  First published: