Home /News /national-international /ઉત્તર પ્રદેશ: મુખ્યમંત્રી આવાસ અને જ્ઞાનવાપી કેસવાળી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

ઉત્તર પ્રદેશ: મુખ્યમંત્રી આવાસ અને જ્ઞાનવાપી કેસવાળી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

વારાણસી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

Varanasi News:ઉત્તર પ્રદેશમાં ધમકી ભર્યા બે ફોન કોલ આવવાથી હડકંપ મચી ગયો છે. એક ફોન કોલ મુખ્યમંત્રી આવાસ પર આવ્યો હતો, તો વળી બીજો ફોન કોલ એસપી ગ્રામિણને આવ્યો હતો. આ ફોન કોલ્સમાં તે કોર્ટ પરિસરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જેમાં જ્ઞાનવાપી મામલામાં સુનાવણી ચાલી રહી છે.

વધુ જુઓ ...
    લખનઉ: ઉત્તર પ્રદેશમાં ધમકી ભર્યા બે ફોન કોલ આવવાથી લખનઉથી લઈને વારાણસી સુધી હડકંપ મચેલો છે. એક ધમકી ભરેલો કોલ જ્યાં લખનઉમાં મુખ્યમંત્રી આવાસ પર આવ્યો, તો વળી બીજો કોલ વારાણસીના એસપીને આવ્યો હતો. આ બંને ફોન કોલ્સમાં તે કોર્ટ પરિસરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જેમાં જ્ઞાનવાપી મામલામાં સુનાવણી ચાલી રહી છે. ધમકી ભરેલા ફોન કોલ્સના કારણે પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો છે.

    હકીકતમાં જોઈએ તો, લખનઉમાં શુક્રવારે અડધી રાતે મુખ્યમંત્રી આવાસ પર કોલ આવ્યો હતો. જેમાં કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. કહેવાય છે કે, સીએમ આવાસ પર વારાણસીના ફુલવરિયાથી ફોન કર્યો હતો. જ્યારે પોલીસ આ મામલાની તપાસ કરી તો, આ નંબર એક શાકભાજી વેચનારાનો હોવાનું ખુલ્યું હતું. પોલીસે તાત્કાલિક શાકભાજી વેચનારાની ધરપકડ કરી.

    આ પણ વાંચો: મોહન ભાગવતને રાષ્ટ્રપિતા કહેવા બદલ AIIO વડા ઈમામને ધમકી

    જો કે, જે નંબર પરથી ધમકી ભરેલો ફોન કર્યો હતો, તે શાકભાજી વેચનારાનું કહેવુ છે કે, તેનો ફોન ચોરી થઈ ગયો હતો. કોઈએ તેના ફોનથી આવી હરકત કરી છે. સીએમ આવાસે વારાણસી કમિશ્નરેટને તેની જાણકારી આપી હતી. જે બાદ પોલીસે આ એક્શન લીધી હતી. આપને જણાવી દઈએ કે, જ્ઞાનવાપી મામલા પર કોર્ટે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે.



    તો વળી એસપી ગ્રામિણને જે નંબર પરથી ધમકી ભર્યો કોલ આવ્યો હતો, તેની હજૂ પણ જાણ થઈ નથી. કોલ કરનારો આરોપી હજૂ ફરાર છે. કહેવાય છે કે, એસપી ગ્રામિણના ફોન પર મુખ્યમંત્રીને લઈને પણ ધમકી આપવામાં આવી હતી.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Uttar prades, Varanasi

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन