બીજેપી નેતાએ ભાઈ સાથે મળીને પોલીસ સાથે કરી મારપીટ, જુઓ વાયરલ વીડિયો

News18 Gujarati
Updated: July 4, 2020, 9:53 AM IST
બીજેપી નેતાએ ભાઈ સાથે મળીને પોલીસ સાથે કરી મારપીટ, જુઓ વાયરલ વીડિયો
પોલીસ સાથે મારપીટ.

માસ્ક કેમ નથી પહેર્યું તેમ પૂછતા જ દબંગ ભાજપ નેતાએ પિત્તો ગુમાવ્યો, પોલીસ ચોકી ઇન્ચાર્જ અને પોલીસકર્મીઓ સાથે મારપીટ કરી.

  • Share this:
વારાણસી : ઉત્તર પ્રદેશના વારાણસીમાં પોલીસ (Varanasi Police) સાથે મારપીટનો કેસ સામે આવ્યો છે. અહીં રાત્રે પેટ્રોલિંગ દરમિયાન બીજેપી (BJP Leader)ના એક નેતા અને તેના ભાઈનો પોલીસકર્મીઓ સાથે ઝઘડો થયો હતો. જે બાદમાં દબંગ નેતાએ પોલીસ સાથે મારપીટ કરી હતી. પોલીસ ચોકી ઇન્ચાર્જ સાથે ગરવર્તન કર્યું હતું. પોલીસે આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે. ઘટનાની સૂચના મળ્યા બાદ ઘટનાસ્થળે પહોંચેલા ઉચ્ચ અધિકારીઓએ બીજેપી નેતા અને તેના સાથીઓની અટકાય કરી હતી. આ મામલો વારાણસીના લંકા વિસ્તારના સુંદરપુર પોલીસ સ્ટેશન (Sundarpur Police Station)નો છે.

માસ્ક નહીં પહેરતા ટોક્યા હતા

પોલીસના કહેવા પ્રમાણે પોલીસકર્મીઓ સાથે સુંદરપુર ચોકીના પ્રભારી હૉટસ્પૉટ વિસ્તારમાં નાકાબંધી કરી રહ્યા હતા. આ દરમિયાન બાઇક સવાર મિત્રો સાથે જિલ્લા પંચાયત સભ્યના પુત્ર વિકાસ પટેલ ત્યાં આવી પહોંચ્યો હતો. માસ્ક ન પહેરવા બદલ પોલીસે તેને અટકાવ્યો હતો. જે બાદમાં વિકાસ પોલીસ સાથે મારામારી પર ઉતરી આવ્યો હતો. વિકાસ પટેલ મહાત્મા ગાંધી વિદ્યાપીઠનોઅધ્યક્ષ રહી ચુક્યો છે.

આ પણ વાંચો : કાનપુર એન્કાઉન્ટર : વિકાસ દુબેની માતાએ કહ્યું, 'પકડી લો તો મારી જ નાખજો'

થોડીવારમાં ભાજપા જિલ્લા પંચાયત સભ્ય સુરેન્દ્ર પટેલ અને તેનો ભાઈ બિન્દુ પટેલ પણ અન્ય લોકો સાથે ત્યાં પહોચ્યો હતો. જે બાદમાં મામલાએ ગરમી પકડી લીધી હતી અને તમામ લોકોએ પોલીસ સાથે મારપીટ શરૂ કરી દીધી હતી. આરોપ છે કે આ દરમિયાન જાહેરમાં બંને ભાઈઓએ પોલીસકર્મીઓ અને ચોકી ઇન્ચાર્જ સાથે મારપીટ કરી હતી.

માસ્ક ન પહેરવાનું કારણ પૂછતા જ સુરેન્દ્ર પટેલ અને બિન્દુ પટેલે પોલીસ ચોકી ઇન્ચાર્જ અને અન્ય પોલીસકર્મીઓને ગંદી ગાળો ભાંડી હતી. જે બાદમાં પોલીસકર્મીઓ સાથે મારપીટ કરી હતી. આ મામલે પોલીસે વિકાસ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય સુરેન્દ્ર પટેલ તેમજ તેના ભાઈ બિન્દુ પટેલની ધરપકડ કરી લીધી છે. તમામ સામે સરકારી કામમાં રૂકાવટનો ગુનો નોંધવામાં આવ્યો છે.
First published: July 4, 2020, 9:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading