વિવેકાનંદે કરેલા સંબોધન સ્થળેથી 125 વર્ષ બાદ આ ભારતીય આપશે ભાષણ

ડો રાકેશ ઉપાધ્યાય

125 વર્ષ પહેલા આજના દિવસે 11 સપ્ટેમ્બર 1893માં શિકાગો શહેરમાં આયોજિત વિશ્વ ધર્મ સંસદમાં સ્વામી વિવેકાનંદે દુનિયાને સંબોધિત કરી હતી

 • Share this:
  125 વર્ષ પહેલા આજના દિવસે 11 સપ્ટેમ્બર 1893માં શિકાગો શહેરમાં આયોજિત વિશ્વ ધર્મ સંસદમાં સ્વામી વિવેકાનંદે દુનિયાને સંબોધિત કરી હતી. આ અમેરિકન શહેરમાં આયોજિત તે ઐતિહાસિક ભાષણની 125મી વર્ષગાંઠ પર વારાણસીના પ્રો ડો રાકેશ ઉપાધ્યાય આ મંચથી દુનિયાને સંબોધિત કરશે.

  પ્રોફેસર ઉપાધ્યાય ભારત અધ્યન કેન્દ્ર, કાશી હિન્દૂ વિશ્વવિદ્યાલયમાં સેન્ટેનરી ચેરના પદ પર છે. તેમને ધ ઓરિયન્ટ ઈન્સ્ટીટ્યૂટ, યૂનિવર્સિટી ઓફ શિકાગોમાં આયોજિત વર્લ્ડ કોંગ્રેસ ઓન વૈદિક ફાઉન્ડેશન ઓફ મેનેજમેન્ટ સાયન્સ વિષય પર આયોજિત ચાર દિવસના સમ્મેલનમાં વક્તાના રૂપમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.

  આ કોંગ્રેસનું આયોજન શિકાગો યૂનિવર્સિટીમાં સ્વામી વિવેકાનંદના વિશ્વ પ્રસિદ્ધ શિકાગો વક્તૃત્વની સવા સૌ વર્ષ પૂરા થવાની સ્મૃતિમાં 11 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર 2018 વચ્ચે કરવામાં આવ્યું છે. પ્રો ઉપાધ્યાય શિકાગો યૂનિવર્સિટીમાં ભાષણ આપવા માટે 9 સપ્ટેમ્બર 2018ના દિવસે નવી દિલ્હીથી રવાના થઈ ચૂક્યા છે.

  પ્રો ઉપાધ્યાય પાંચ પુસ્તકો લખી ચૂક્યા છે, જેમાં ઈન્ડિયન મેનેજમેન્ટ થોટ મહત્વપૂર્ણ છે. તેમને બે આર્ટિકલ હાલમાં જ આંતરાષ્ટ્રીય રિસર્ચ મેગેજીન ધ નેચરમાં પ્રકાશિત થયા છે.

  મૂળ રૂપથી વારાણસીના ચૌબેપુર થાનાન્તર્ગવ અજાંવ ગામના નિવાસી પ્રો ઉપાધ્યાયે કેટલાક વર્ષો સુધી દિલ્હીમાં રહીને મુખ્યધારાની પત્રકારિતા કરી છે. તેમને દેશની ઘણી બધી નામી ન્યૂઝ ચેનલોમાં કામ કર્યું છે. વર્તમાનમાં પ્રો ઉપાધ્યાય બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના ભારત અધ્યયન કેન્દ્ર સાથે જોડાયેલ છે.
  Published by:Mujahid Tunvar
  First published: