ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધૂ 'સંદિગ્ધ કવર' ખોલતા બીમાર

ડેઇલી મેઈલના જણાવ્યા પ્રમાણે, કરવ ખોલતા જ વેનેસાને ઉબકા અને ખાંસી આવવા લાગી હતી.

News18 Gujarati
Updated: February 13, 2018, 10:33 AM IST
ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધૂ 'સંદિગ્ધ કવર' ખોલતા બીમાર
જૂનિયર ટ્રમ્પ અને વેનેસા
News18 Gujarati
Updated: February 13, 2018, 10:33 AM IST
અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધૂ વેનેસા એક સંદિગ્ધ કવર ખોલ્યા બાદ બીમાર પડી ગઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કવરમાંથી સંદિગ્ધ પાઉડર મળ્યો છે. તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

ન્યૂયોર્ક પોલીસના જણાવ્યા પ્રમાણે, સંદિગ્ધ કવરમાં સફેદ પાઉડર લગાવવામાં આવ્યો હતો. ન્યૂયોર્ક પોસ્ટના જણાવ્યા પ્રમાણે, પોલીસે એ વાતનો ખુલાસો નથી કર્યો કે પાઉડર કયા પદાર્થમાંથી બનાવવામાં આવ્યો હતો. પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ પાઉડર મકાઈના લોટ જેવો હતો. પોલીસ વિભાગના જણાવ્યા પ્રમાણે પરીક્ષણ કર્યા બાદ પાઉડર ખતરનાક હોવાનું જાણવા મળ્યું નથી.

કવર ખોલતા જ આવ્યા ઉબકા

ડેઇલી મેઈલના જણાવ્યા પ્રમાણે, કવર ખોલતા જ વેનેસાને ઉબકા અને ખાંસી આવવા લાગી હતી. જેના બાદમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અહીં તેની સારવાર શરૂ કરવામાં આવી હતી.

આ કવર ટ્રમ્પના મોટા પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરના મેનહટનના સરનામે મોકલવામાં આવ્યું હતું. ઘટના સ્થળે હાજર વેનેસા ટ્રમ્પ અને અન્ય બે લોકોને શહેરના ફાયરબ્રિગેડ વિભાગે હોસ્પિટલ પહોંચાડ્યા હતા. પોલીસના જણાવ્યા
પ્રમાણે વેનેસા પર પાઉડરની વધારે અસર નથી થઈ.
સિક્રેટ સર્વિસ કરી રહી છે તપાસ

Loading...

ફાયરબ્રિગેડ વિભાગે કહ્યું કે, ઘટના બાદ ત્રણ લોકોને વીલ કોર્નેલ મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા હતા. ટ્રમ્પ જૂનિયરના પરિવારને અમેરિકાની સિક્રેટ સર્વિસ સુરક્ષા પૂરી પાડે છે. ઘટના બાદ સિક્રેટ સર્વિસ કવરની તપાસ કરી  રહી છે. ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટના જણાવ્યા પ્રમાણે વેનેસા ટ્રમ્પની માતાને આ કવર મળ્યું હતું, જેને વેનેસાએ ખોલ્યું હતું.

આ ઘટના બાદ ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે ટ્વિટ કરીને જણાવ્યું કે, 'ભગવાનનો આભાર કે મારી પત્ની અને બાળકો સુરક્ષિત અને ખતરામાંથી બહાર છે. આ ખરેખર ધૃણાસ્પદ છે, અમુક લોકો પોતાના વિરોધી વિચારોને રજૂ કરવા માટે આ
પ્રકારની સમસ્યા ઉભી કરતી હરકતો કરે છે.'

40 વર્ષીય વેનેસાએ નવેમ્બર 2005માં ટ્રમ્પ જૂનિયર સાથે લગ્ન કર્યા હતા, હાલ તેના પાંચ બાળકો છે. લગ્ન પહેલા તે ન્યૂયોર્કમાં મોડલિંગ કરતી હતી.
First published: February 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...