Home /News /national-international /Vande Bharat train: વંદે ભારત ટ્રેનના અકસ્માતો બાદ ગામડાના સરપંચોને ખાસ ચેતવણી, નોટિસ આપી

Vande Bharat train: વંદે ભારત ટ્રેનના અકસ્માતો બાદ ગામડાના સરપંચોને ખાસ ચેતવણી, નોટિસ આપી

vande bharat train

ગુજરાતમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સાથે વારંવાર ઢોર અથડામણથી થતી દુર્ઘટનાને લઈને હવે આરપીએફે ગામડાના સરપંચોને ચેતવણી આપી છે.

  નવી દિલ્હી; ગુજરાતમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સાથે વારંવાર ઢોર અથડામણથી થતી દુર્ઘટનાને લઈને હવે આરપીએફે ગામડાના સરપંચોને ચેતવણી આપી છે.

  રેલવે સુરક્ષા દળે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ગામડાના સરપંચોને નોટિસ મોકલવાનું શરુ કરી દીધું છે. તેમણે કહ્યું કે, તેઓ ટ્રેનના રૂટના રેલ પાટા પર પશુ ન જાય, તેની વ્યવસ્થા કરે. આરપીએફ અધિકારીઓએ શુક્રવારે કહ્યું કે, નોટિસમાં ચેતવણીમાં આપવામાં આવી છે કે, કોઈ પશુ માલિકની બેજવાબદારી જોવા મળી તો, તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

  આ પણ વાંચો: Vande Bharat Express: વંદે ભારત એક્સપ્રેસનો મહિનામાં ત્રણવાર અકસ્માત, હજુ મહિનો પણ પૂરો થયો નથી!

  પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતની રાજધાની ગાંધીનગર અને મહારાષ્ટ્રની રાજધાની મુંબઈની વચ્ચે સેમિ હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સેવાનું 30 સપ્ટેમ્બરે ઉદ્ધાટન કર્યું હતું. ત્યાર બાદથી ગુજરાતમાં ત્રણ વાર આ ટ્રેન ઢોર સાથે ટકરાઈ ચુકી છે. જો કે, ટ્રેનના આગળના ભાગને નુકસાન થવાં ઉપરાંત વધારે કંઈ નુકસાન થયું નથી, પણ તેના કારણે કલાકો સુધી ટ્રેનને રોકવી પડી હતી.

  પશ્ચિમ રેલવેના મુખ્ય પ્રવક્તા સુમિત ઠાકુર અનુસાર, આરપીએફના મુંબઈ મંડલ ટ્રેન રુટની નજીકમાં આવતા ગામના સરપંચોને નોટિસ જાહેર કરી રહ્યા છે. અધિકારીઓએ સ્થાનિક નિવાસીઓને અપીલ કરી છે કે તે પોતાના ઢોરને પાટાની નજીક આવવા ન દે, જેથી આવી દુર્ઘટના ટાળી શકાય.

  ગત શનિવારે મુંબઈ-ગાંધીનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ગુજરાતના અતુલ સ્ટેશનની નજીક ઢોર સાથે ટક્કર થઈ ગઈ હતી. આ ટ્રેન સેવા શરુ થયા બાદ આ ત્રીજી વાર આવી ઘટના બની છે. આ અગાઉ 6 અને 7 ઓક્ટોબરે ટ્રેન સાથે અમુક ઢોર સાથે ટક્કર મારી હતી. આ ત્રણ ઘટના ગુજરાતમાં થઈ હતી.
  Published by:Pravin Makwana
  First published:

  Tags: Vande Bharat Express

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन