Home /News /national-international /દિલ્હીથી કટરા જનારી વંદે ભારત એક્સપ્રેસ બનશે ‘સંપૂર્ણ શાકાહારી’, જાણો સમગ્ર યોજના

દિલ્હીથી કટરા જનારી વંદે ભારત એક્સપ્રેસ બનશે ‘સંપૂર્ણ શાકાહારી’, જાણો સમગ્ર યોજના

વંદે ભારત એક્સપ્રેસમાં પ્રવાસીઓ સંપૂર્ણ શાકાહારી માહોલમાં મુસાફરીનો આનંદ લઈ શકશે. (File Photo)

દિલ્હીથી કટડા જનારી વંદે ભારત એક્સપ્રેસમાં પ્રવાસીઓ સંપૂર્ણ શાકાહારી માહોલમાં મુસાફરીનો આનંદ લઈ શકશે. આની પાછળ ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)નો હેતુ આ ટ્રેન માટે સાત્વિક કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર મેળવવાનો છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી. મા વૈષ્ણોદેવી ધામ (Mata Vaishno Devi Dham Katra)ના દર્શન માટે દિલ્હીથી કટડા જાનારા રેલ યાત્રીઓને હવે વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express)માં સંપૂર્ણપણે શાકાહારી વાતાવરણનો અનુભવ મળશે. વંદે ભારત એક્સપ્રેસમાં સાબુથી લઈને અન્ય બધી જ વસ્તુઓ ન્યુટ્રલ મટીરિયલની રાખવામાં આવશે. ટ્રેનમાં જે પણ જમવાનું પીરસનારા કર્મચારીઓ હશે, તેઓ કોઇપણ રીતે માંસાહાર ખોરાકને હાથ નહીં લગાડે. જે કિચનમાં પ્રવાસીઓ માટે જમવાનું બનાવવામાં આવશે, ત્યાં શાકાહારી વ્યંજન સિવાય બીજું કંઈ પણ નહીં બનાવી શકાય.

દિલ્હીથી કટડા જનારી વંદે ભારત એક્સપ્રેસમાં પ્રવાસીઓ સંપૂર્ણ શાકાહારી માહોલમાં મુસાફરીનો આનંદ લઈ શકશે. આની પાછળ ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (Indian Railway Catering and Tourism Corporation)નો હેતુ આ ટ્રેન માટે સાત્વિક કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર મેળવવાનો છે. જેના હેઠળ આ ટ્રેનમાં મુસાફરોને સંપૂર્ણ શાકાહારી ભોજન સાથે એક સાત્વિક માહોલ મળે તે સુનિશ્ચિત કરવામાં આવશે.

એનજીઓ સાત્વિક કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સાથે વિચારણા બાદ આઈઆરસીટીસીએ ધાર્મિક સ્થળો પર જનારી ટ્રેનો માટે આવા શાકાહારી સંબંધિત સર્ટિફિકેટ લેવાની યોજના બનાવી છે. તેની શરૂઆત દિલ્હીથી શ્રી માતા વૈષ્ણો દેવી ધામ કટડા જનારી વંદે ભારત એક્સપ્રેસથી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: 26/11ના આતંકી હુમલાની વરસી પહેલા જ મુંબઈને ઉડાવવાની મળી ધમકી, સુરક્ષા વ્યવસ્થામાં વધારો

ઇન્ડિયન એક્સપ્રેસની રિપોર્ટ મુજબ IRCTCની યોજના ફક્ત ટ્રેનનું પ્રમાણપત્ર લેવાનું નહીં, પણ એ કિચન માટે પણ પ્રમાણપત્ર લેવાનું છે, જ્યાં આ ટ્રેનના મુસાફરો માટે જમવાનું બનાવવામાં આવશે, જે એક દિલ્હીમાં હશે અને એક કટડામાં હશે. આ સાથે જ જિન્જર હોટેલનો એક ફ્લોર પણ આવું કરશે. જણાવવામાં આવ્યું છે કે આવી જ યોજના વધુ 19 ટ્રેનો માટે પણ છે. તેમાં દિલ્હીથી વારાણસી જનારી વંદે ભારત પણ સામેલ છે.

આ પણ વાંચો: Jawaharlal Nehru B’day: મહાત્મા ગાંધીના પ્રભાવથી જવાહરલાલ નહેરુમાં શું પરિવર્તન આવ્યું?

સાત્વિકના વિટુરવ પાઠકે કહ્યું કે, ‘અમે ભવિષ્યના ડિજિટલ વિકલ્પો પર વિચાર કરી રહ્યા છીએ કે સાત્વિક પ્રમાણિત ટ્રેનમાં શાકાહારી યાત્રીઓ માટે પીએનઆર એવું છે કે પ્રવાસી ઈ-કેટરિંગના માધ્યમથી બહારથી પણ ફૂડ મંગાવી નહીં શકે, કેમકે તેમને ઓર્ડર આપવા માટે ફક્ત શાકાહારી વિકલ્પ જ મળશે.’ તેમણે કહ્યું, ‘શાકાહારી અને વીગન લોકો પર્યટનના ક્ષેત્રમાં એક પ્રભાવશાળી ગ્રાહક વર્ગનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.’
First published:

Tags: National News in gujarati, Vande Bharat Express, Vegetarian Food